________________ 2. અહિંસાની જરૂરત શા માટે ? શું કરવાથી અહિંસા પ્રાપ્ત થાય ? હિંસાનું પરિણામ કેવું આવે? 3. કેવા આહારથી બુદ્ધિમાં વિપરીતતા આવી છે તે સમજાવો. 4. યુદ્ધનું મૂળ કયાં રહેલું છે ? તેને કેવી રીતે દૂર કરશે ? 7, સંયમનું તાળું સંયમરૂપી તાળાથી નીપજતા ફાયદા તાળાં, દવાખાનાં, જેલખાનાં અને વકીલનાં પાટિયાં એ બધી આપણી સામાજિક પાપની નિશાનીઓ છે. તિજોરીને તાળું મારવાને બદલે માનનીએ જે વાસનાને તાળું મારવાને મહાવરો રાખ્યો હતો તે એની આજના જેવી દુર્દશા થઈ ન હતી. વાસનાને તાળું માર્યા પછી બીજી કેઈપણ જગાએ તાળું મારવાની જરૂરિયાત ઊભી થઈ ન હોત, પરંતુ માનવીએ તે વાસનાને બે-લગામ છૂટ આપી અને તિજોરીને તાળાં માર્યા તેથી જ અનેક પ્રકારની વિકૃતિઓ પેદા થઈ છે. તિજારીને તાળું ના હોય તે કદાચ રોકડ મૂડી અગર જર-ઝવેરાત ચેરાઈ જાય, પરંતુ વાસનાને સંયમનું તાળું ન હોવાને લીધે તે માનવીની સઘળી જીવન-મૂડી ગુણ-સંસ્કાર–ચારિત્ર લૂંટાઈ જાય છે.