________________ 99 19. જૈન દર્શનની અસાધારણ વિશેષતા જગતમાં રહેલા ભઠ્ય-અભક્ષ્ય પદાર્થોને વિવેક અને તેની સૂક્ષમ રીતે સમજણ જન દર્શનમાં મળે છે. નદર્શનને પ્રકાશ આપનાર તીર્થકર ભગવંતો છે, જે પિતાના કેવલજ્ઞાનની અંદર સમસ્ત વિશ્વના, સમસ્ત દ્રવ્યોના ગુણ-પર્યાયને ત્રણ કાળ સાથે જાણે છે. જગતના સમસ્ત જીવોને દુઃખમુકત કરવા શુદ્ધ ધર્મને ઉપદેશ આપે છે. તે જિન-પ્રવચન કેવું છે ? 1. આ નિગ્રંથ પ્રવચન પરમ સત્યરૂપ છે. 2. સર્વથી ઊંચુ છે. 3. એની સરખામણીમાં બીજું કંઈ નથી. 4. સંપૂર્ણ છે. (હેયશેય-ઉપાદેયના સ્વરૂપથી પૂર્ણ છે) પ. ન્યાયયુક્ત છે. 6. અત્યંત શુદ્ધ છે. 7. મિથ્યાવાદિના શલ્ય-કાંટાને દૂર કરનાર છે. 8. સિદ્ધિ-મેક્ષને માર્ગ છે. 9. નિર્લોભતાનું દર્શક છે- 10. સંસારને પાર કરનાર યાન-વાહન છે. 11. કર્મને અંત લાવનાર નિર્વાણમાર્ગ છે. 12. યથાર્થ માર્ગ છે. 13. શંકા વગરનો નિશ્ચિત માર્ગ છે. 14. સાધકના સર્વ દુખને-સર્વ કર્મને ક્ષીણ કરનાર છે. આવા ઉત્તમ શ્રી સર્વજ્ઞ ભગવંત જિનેશ્વરદેવ પ્રરૂપિત પ્રવચન સ્વરૂપ સુધર્મમાં રહેલા છ સિદ્ધ બને છે. સર્વજ્ઞ બને છે. કર્મોના બંધનમાંથી છૂટી જાય છે, પૂર્ણ શાન્ત સ્વરૂપને પામે છે. સર્વ કર્મોને, દુકાને ક્ષય કરે છે. એવા આ જિન-પ્રવચનના ધર્મમાર્ગની હું