________________ 101 બેઈન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીના અસંખ્ય ત્રસજીવોને નાશ થાય છે. આમ આ ભજન મહા હિંસાવાળું હોઈ તેને જ્ઞાની પુરુષો અભક્ષ્ય કહે છે. (2) અભક્ષ્ય પદાર્થના ખાનપાનથી આમાનો સ્વભાવ કઠેર–નિષ્ફર બને છે. (3) આત્માનું હિત ઘવાય છે. (4) આત્મા તામસી બને છે. (5) હિંસક વૃત્તિ જાગ્રત થાય છે. (6) અનંતા જીવોને પીડા આપવાથી અશાતા વેદનીયાદિ અશુભ કર્મબંધ થાય છે. (7) ધર્મ વિરુદ્ધ ભજન છે. (8) જીવન ટકાવવા માટે બિનજરૂરી છે. (9) શરીર-મન અને આત્માના સ્વાથ્યની હાનિ કરે છે. (10) જીવનમાં જડતા લાવે છે, અર્થાત્ ધર્મની રુચિ જાગવા દેતું નથી. (11) આયુષ્યમાં દુર્ગતિનો બંધ કરાવે છે. (12) કામ-ક્રોધની વૃદ્ધિ કરે છે. (13) રસગૃદ્ધિથી ભયંકર રોગને પમાડે છે. (14) અકાળે અસમાધિમય મૃત્યુ થાય છે. (15) અનંતજ્ઞાનીના વચનને વિશ્વાસ ભંગ થાય છે. આ બધા હેતુઓને ધ્યાનમાં લેતાં અનેક દોત્પાદક અભક્ષ્ય પદાર્થોને જીવનભર ત્યાગ કરવો વાજબી અને સુખકર છે.