________________ કે “તમારા નગરમાં કઈ વાદી છે કે જેની સાથે હું વાદ કરું ?" ત્યારે રાજાએ કહ્યું કે “કાલે કેઈ સમર્થ વાદીને બેલાવીને તમારી સાથે વાદ કરીશું. પછી વાદીની શોધ ચાલી, પણ કઈ સમર્થ વાદી જોવામાં આવ્યો નહિ આથી મંત્રી ઘણે ચિંતાતુર થઈને ઘેર આવ્યા. ત્યારે નિપુણાએ. તેમની આ ચિંતાતુર હાલત જોઈને પૂછયું કે “પિતાજી! એવી તે શું ચિંતા ઉપસ્થિત થઈ છે કે આપ આટલા બધા ચિંતાતુર બની ગયા છે ?" ત્યારે મંત્રીએ બનેલી હકીકત કહી સંભળાવી. તે સાંભળીને નિપુણાએ કહ્યું કે, પિતાજી ! આપ સઘળી ચિંતા દૂર કરે, હું કાલે એ વાદ. સાથે વાદ કરીશ અને વિજય મેળવીશ.” પછી બીજા દિવસે રાજસભા સમક્ષ નિપુણાએ પેલા વાદી સાથે વાદ કર્યો. વાદી : હે બાલિકા ! તું વિચાર કરીને કહે કે માખીના પગના આઘાતથી ત્રણલોક કંપી ઊઠયા, એ કેવી રીતે? નિપુણ : અહો ! એમાં શી મોટી વાત છે? ભીંતમાં વણલોકનું ચિત્રામણ ચીતર્યું હતું તેની નીચે પાણીનું ડું હતું, તે પાણીમાં ઊડતી માખીને પગ લાગે, પાણી હાલી ઊઠયું. તે સાથે પાણીમાં પડછાયા રૂપે પડેલા ત્રણે લોક કંપી ઊઠડ્યા તે દેખાડ્યાં. . વાદી કહે કન્યા ! તલના દાણાના એક ખૂણામાં કીડીએ. ઊંટને જન્મ આપ્યો તે શું ?