________________ સાચી પડી છે અને તેથી હું ઘણે જ પ્રસન્ન થયો છું.' એમ કહીને દેવે સ્વશક્તિથી ભવાનીની કાયાને રોગરહિત કરી અને કંચનવરણ બનાવી દીધી. આ બનાવથી પ્રભાવિત થયેલા અનેક લોકેએ અભક્ષ્યને ત્યાગ કર્યો અને અન્ય વ્રત–નિયમે પણ ગ્રહણ કર્યા. પછી તેના પિતાએ ભવાનીનાં કુલવાન યુવાન શ્રેષ્ઠીપુત્ર સાથે લગ્ન કર્યા. કાળે કરી એક સંતાનને જન્મ આપ્યું. પછી ભવાનીની સમજાવટથી તેને પતિ જૈન ધર્મમાં દઢ આસ્થાવાળા છે, અને પરસ્પર બંને જણાંએ બ્રહ્મચર્યવ્રત પાળવાને નિર્ણય કર્યો. ધર્મ અને પુણ્યના ભાવે તેમના ઘરમાં લક્ષમી વધવા લાગી, જેને ઉપયોગ તેઓએ સાતક્ષેત્રમાં કર્યો. અંતે સમાધિમૃત્યુ પામીને તેઓ બારમાં દેવલેકે ઉપન્ન થયાં, ત્યાંથી ભવાનીને જીવ ચવીને હે રાજન ! આ બહુબુદ્ધિ મંત્રીને ઘેર પુત્રીરૂપે અવતર્યો છે. પુણ્યના પ્રભાવથી શું નથી થતું ? કેવલી ભગવંતની આ વાણી સાંબળીને રાજા વગેરે સી ધર્મમાં દઢ આસ્થાવાળાં થયાં અને મંત્રી એ પુત્રીનું ગોત્રદેવીના જેવું બહુમાન કરવા લાગ્યો. તેનું નામ નિપુણ રાખવામાં આવ્યું અને તે ખરેખર સર્વ કલાઓમાં નિપુણ નીવડી. જેના પુણ્ય પ્રભાવથી અશુભ જલાદિ મીઠાં–શુભ થઈ ગયાં, અને સર્વત્ર યશવાદ પ્રસર્યો. જેમ જેમ મોટી થઈ તેમ તેમ જ્ઞાનને ક્ષોપશમ વધતે ગયે. એકવાર રાજસભામાં કોઈ વાદી આવ્યો જેણે અનેક દેશના વાદીઓને છરેલા હતા. તેણે રાજાને કહ્યું