________________ સ્વાધ્યાય પ્રશ્ન. 1. રાત્રિભોજન નિષેધમાં આધ્યાત્મિકતા સાથે વૈજ્ઞાનિક દષ્ટિકોણની ચર્ચા કરો. 2. રાત્રિભોજનથી થતાં નુકસાને તબકકાવાર ચર્ચા૩. રાત્રિભોજન માટે પંડિતજીનું તથા 4 યુવાનનું દષ્ટાંત શી શીખ આપે છે ? 14. આહારનો સુધારે જીવને સુધારવાનો પાયે છે. વૈજ્ઞાનિક-આર્થિક અને સામાજિક રીતે માંસાહારથી થતું નુકશાન. વિલાયત અમેરિકા આદિ સુધરેલા પ્રદેશોમાં સામાજિક સુધારકો, વિદ્વાન ડોકટરે, પ્રસિદ્ધ ધર્માચાર્યો અને વિજ્ઞાન અને શરીરશાસ્ત્રના જાણનારાઓ એકમતે જાહેર કરે છે કે આહારને પ્રશ્ન તે આ યુગ માટે ખાસ મહત્ત્વનો પ્રશ્ન છે. અને આહારના સુધારા ઉપર બધા નૈતિક, આર્થિક અને સમાજિક સુધારાઓને આધાર રહેલો છે. પાશ્ચાત્ય પ્રદેશમાં ઘણી ગરબડ ઊભી થયેલી છે. તેને સુધારો કરવા માટે ખોરાકની બાબતમાં જેમ લોકે સમજતાં જાય છે તેમાં સુધારો કરે છે. વિદ્વાન ડેકટરો અને અનુભવીઓના મત મુજબ જીભને કે સ્વાદને વશ ન રહીને, દરેક દષ્ટિએ ફાયદા હોય તેવા ખેરાકની હિમાયત કરે છે અને ઘણાં વર્ષોથી પ્રેરક લેવાની ચાલતી આવેલી નુકસાનકારક રીતને હિંમતથી ત્યાગ કરે છે. અને તેથી તંદુરસ્ત લાંબુ