________________ 73 આયુષ્ય ભેગવી પોતાનાં બાળબચ્ચાંઓને વારસામાં સદ્દગુણે અને નીરોગી જીવન ભેગવે તેવી રીતે આપતા જાય છે, તે ખરેખર આનંદની વાત છે. પરંતુ હજુ આપણા દેશમાં જે કે માનવજાતિને ઊગી બીજા પ્રશ્નો માટે અનેક પ્રયાસ થાય છે, તે પણ ખોરાક જેવા ઉપયોગી પ્રશ્નની બાબતમાં આંખ મિચામણાં કરાઈને સ્વાદ લુપતાવશ ધાર્મિક કે આરોગ્યના નિયમને ભંગ કરાય છે. ખોરાકની અસર ખાનાર ઉપર, ભવિષ્યની પ્રજા અને દેશ ઉપર કેવા પ્રકારની થાય છે, તેનો વિચાર વિસરાઈ રહ્યો છે, અને જે માંસાહારથી નુકસાનકારક પ્રથા ચાલુ કરાઈ છે તે મહા અનર્થને સનારી છે. આવા સુધારાના પ્રગતિના સમયમાં આરોગ્યની કે સર્વ રીતે સુખકર સંસ્કૃતિની બેદરકારી કરવી તે જેટલું શેચનીય છે તેટલું જ નુકસાનકારક છે. ખોરાકનો હેતુ અને પ્રકાર H શરીરને ટકાવી રાખવા ખોરાક એ એક જિંદગીની જરૂરિયાત ગણાય છે. શરીર તંદુરસ્ત રહે, શરીરને જોઈએ તેટલું પોષણ મળે, મગજને પોષણ મળી તેમાં સારી ભાવનાઓ જન્મે એ અને એવા બીજા ઘણા જ અગત્યના હેતુઓ ધ્યાનમાં રાખી શુદ્ધ સાત્ત્વિક ખોરાકની પસંદગી થતી હોય તે અત્યારે મનુષ્યની જે કઢંગી હાલત જણાય છે તે તદ્દન બદલાઈ જઈ પૃથ્વી ઉપર આરોગ્યના સ્વર્ગ સમાન સુખે ભેગવી શકાય.