________________ 80 બાળપણથી જ પેદા થાય છે, અને પછીથી ગુના, અધમતા, જંગલીપણું વગેરે અત્યાચારે પૂરજોશથી ચાલુ થાય છે. કાપાકાપી કે તલથી, સમાજ કે પ્રજાની અધોગતિ થાય છે અને સામાજિક નીતિ નષ્ટ થાય છે તેમાં પણ શંકા નથી. આ કતલથી કરૂણાની નૈતિક ભાવનાઓ નાબુદ થાય છે અને તેના દાખલા તરીકે, યુનાઈટેડ સ્ટેટ્સમાં થતાં ખૂનમાં કસાઈ લોકે વધારે ખૂન કરનારા જણાય છે. માંસાહારની કનિષ્ઠતા માંસ કેઈ ખેતરમાં ઉત્પન્ન થતું નથી ઝાડ ઉપર ઊગતું નથી કે આકાશમાંથી વરસતું નથી. તે તે હરતાં ફરતાં પ્રાણીને જીવતા મારીને એના શરીરમાંથી મેળવવામાં આવે છે. માણસના પગમાં કાંટે વાગે છે તે તે તેનું દર્દ સહન કરી શકતા નથી અને આખી રાત તરફડે છે, તે બીજા નિરપરાધી મૂક જીવોની ગરદન પર છરી ચલાવવાની વેદના કેટલી ભયાનક હશે ? શું આ કિયા ન્યાયસંગત છે ? જરા શાંત ચિત્તે તેને પ્રામાણિકપણે વિચાર કરો કે એ જીને કેટલું ભયંકર દર્દ થતું હશે? પોતાની જીભના ક્ષણિક સ્વાદ માટે બીજા જીવને રહેંસી નાખવા એ કેટલું કનિષ્ઠ દુષ્ટ આચરણ છે ? જે માનવી કોઈને જીવન આપી શકતો નથી તે બીજાનું જીવન છીનવી લેવાને તેને શું અધિકાર છે? આહાર-વિહારમાં થતી સાધારણ હિંસા પણ નિંદનીય છે તે સ્થલ પશુઓની હિંસા એ કેટલું ભયંકર પાપ છે? કસાઈ જ્યારે ચકચકતે છરો લઈ મૂક પશુની ગરદન પર પ્રહાર કરે છે, તે દશ્ય કેટલું ભયંકર અને અમાનુષી