________________ ખીલી ઊઠયા. શાકાહારીઓમાં માનસિક શક્તિને વિકાસ પણ સારો થયે. વધુ તે શું ? પણ ધાર્મિક, આર્થિક, સામાજિક અને આરોગ્યની દૃષ્ટિએ માંસાહાર સર્વથા વજ્ય છે. જે માણસ પોતાને માનવ કહેવડાવવાને અધિકારી છે, એણે માંસભક્ષણનો સદા માટે ત્યાગ કરવો જોઈએ. 15. માંસાહારથી શક્તિને ભ્રમ [ “સંદેશ” ૫-૯-૭૫ની સંસ્કાર પૂર્તિ જણાવે છે કે માંસાહારથી શક્તિ મળે છે કે એ ભ્રમ છે. (1) ખેલાડીઓમાં જે “સ્ટેમિના (કૌવત) હોય છે તે માંસાહારથી આવે છે તેવી ખોટી માન્યતાને યેલ યુનિવર્સિટીના ડે. ઈરવિંગ ફીશરે રદિયો આપ્યો છે. ચેલ યુનિવર્સિટીના 49 કસરતવીરો ઉપર પ્રવેગ કરતાં માલૂમ પડયું છે કે માંસાહારી કરતાં શાકાહારીમાં બમણે સ્ટેમિના હોય છે. (2) ઈન્ટરનેશનલ એશ્લેટિક બર્ડના માનદ મેડિકલ ઓફિસર સર એડેફ અબ્રામ્સના કહેવા મુજબ શાકાહારમાં કેલરી છે. પૂરતા પ્રોટીન છે અને તમામ પ્રકારે સમતોલ પોષણ મળે છે. તરણસ્પર્ધા, દોટ, કુસ્તી, વજન ઊંચકવું અને બાઈસિકલની સ્પર્ધામાં ઘણું શાકાહારી કસરતવીરોએ મેડલ જીત્યા છે અને રેકર્ડ સ્થાપ્યા છે.