________________ જે ઘાસ ચરાવવામાં આવે છે તેમાં ડી. ડી. ટી. છાંટવામાં આવે છે. આ ડી. ડી. ટી. ગાયના પેટમાં જાય છે અને તે માંસમાં ભળે છે. ડી. ડી. ટી. ની વાતને જવા દઈએ, પણ માંસને ટકાવી રાખવા જે રસાયણ વપરાય છે તેની તે મટન-સેન્ડવીચ ખાનારને ખબર પણ નહીં હોય, માંસને રંગ સુંવાળપ સ્વાદ વગેરે બદલવા અને તેને ફેશનેબલ બનાવવા માટે નાઈટ્રેડ નાંખવામાં આવે છે. આ નાઈટ્રેડ માનવ માટે હાનિકારક છે. ગાય અને ડુક્કરો તગડાં બને અને કતલ પહેલાં વધુ વજનવાળાં બનીને વધુ માંસ આપે તે માટે તેને ડીએથીલસ્ટીલ એસ્ટેરલ નામનું હોર્મોન અપાય છે. ટૂંકમાં, આ હોર્મોનને ડી.ઈ.એસ. તરીકે ઓળખવામાં આવે છે. આ હોર્મોન ગાયના ખાણમાં ઉમેરવાથી થોડા મહિનામાં ગાયનું વજન 500 રતલ જેટલું વધી જાય છે. આ ડી. ઈ. એસ. નો ઉંદર, સસલાં અને બીજા પ્રાણીઓ ઉપર પ્રયોગ કરતાં માલુમ પડયું હતું કે તેનાથી બધાને કેન્સર થયું હતું. અમેરિકામાં 3 કરોડ ગાયો અને 1.7 કરોડ ઘેટાંની દર વર્ષે કતલ થાય છે. તેમાંથી 75 ટકા ગાયે અને ઘેટાંના ખાણમાં ડી. ઈ. એસ. નામનું ઔષધ ઉમેરવામાં આવે છે. આ ઔષધને ગુણ કેન્સરના જંતુને ઉપન્ન કરવામાં સહાયક છે. માંસાહારને કારણે આજે લાખો કેસરના દર્દી એક રિબાઈ રિબાઈને મૃત્યુને ભેટે છે.