________________ 88 તે માપવાનું મન થયું. તેમણે પ્રાણીઓ ઉપર પ્રયાગ કરવાને બદલે જીવતા માણસેને વાલિટીઅર તરીકે રાખ્યા. તે માટે તેમણે 11 મજબૂત માણસેને જાળવણું કરનારાં રસાયણ સહિતનાં ખાદ્ય ખવરાવવા માંડયાં, ત્યારે તે પણ, માંસ અને બ્રેડ વગેરેમાં માત્ર સેડિયમ બોરેટ (બોરીસ) જ વપરાતું હતુંઆ પ્રયોગથી માલુમ પડયું કે દરેક મજબૂત માણસનાં પેટ બગડયાં હતાં અને ભૂખ ઓછી થઈ હતી. એ વાતને અત્યારે 74 વર્ષ થયાં છે અને હવે તો બેરીસને બદલે ઘણું હાનિકારક રસાયણ વપરાય છે. માંસ ઉપર માખીઓ ન બણબણે તે માટે હજી પણ ઘણા તેના ઉપર બોરિક એસિડ છાંટે છે, જે ખાનારા માટે હાનિકારક છે. તથા અન્ય રસાયણોની અસર ખતરનાક નીવડે છે. સ્વાધ્યાય પ્રશ્ન 1. તામસી અથવા રાક્ષસી ગુણાનું ઉદ્દભવ સ્થાન કયાં રહેલું છે? 2. સાત્વિકતાની પ્રાપ્તિનાં કયાં પરિબળ છે ? 3. ભક્યાભઢ્ય વિષે તમે જે સમજ્યા તે ટુંકમાં ચર્ચા. 4. એક ગાય કેટલી વ્યક્તિને ઉપયોગી બને છે ? તે કેવી રીતે? આંકડા સહિત ચર્ચો. 5. માંસાહાર સર્વથા વળે છે તેના પ્રમાણ માટેનાં તારણે અને દાખલા આપો. 6. શાકાહાર વધારે સારો કે માંસાહાર? વિવિધ દૃષ્ટિકોણથી રજુ કરો. 7. માંસના આહારની પાછળ કેવા રોગનાં ભયસ્થાને છે?