________________ પ્રત્યેક ગાયથી છ વાછરડાં અને છ વાછરડી મળે છે. એમાંથી જે એકાદ મરી જાય તે પાંચ વાછરડી બચે. તેને જીવનભરના દૂધથી એક લાખ વીસ હજાર આઠસો. માણસ એકવાર તૃપ્ત થાય. હવે રહ્યા પાંચ બળદ પોતાના જીવનકાળમાં સરેરાશ ઓછામાં ઓછું પાંચ હજાર મણ અનાજ પેદા કરી શકે છે. જે પ્રત્યેક માનવી એક ટકે પિણ શેર અનાજ ખાય તે એનાથી સાધારણતઃ અઢી લાખ માણની એક વખત ઉદર-પૂતિ થઈ શકે છે. વાછરડીઓનાં દૂધ અને બળદોનું અનાજ મેળવી દેવાથી ત્રણ લાખ ચુંમોતેર હજાર આઠસે માણસોની ભૂખ એકવાર સંતોષાય. બને સંખ્યાનો સરવાળો કરીએ તે એક ગાયની પેઢીમાં ત્રણ લાખ નવાણું હજાર સાતસે સાઠ માણસ એક વખત તૃપ્ત થાય છે. . એટલું જ નહીં, બળદોથી ગાડી ચાલે છે. તે ભાર ઊંચકવાના કામમાં પણ આવે છે. આટલા બધા ગાયના ઉપકારને લીધે જ ભારતીય લોકો તેને “માતા” કહે છે. આ રીતે એક બકરીના જીવનભરના દૂધથી પચીસ હજાર નવસો વીસ માણસે એક વખત તૃપ્તિ મેળવે છે. હાથી, ઘોડા, ઊંટ વગેરે પ્રાણીઓ મનુષ્ય પર અનેક ઉપકાર કરે છે. આમ ઉપકારી પશુઓને જે લોકે મારે છે તથા બીજા પાસે મરાવે છે, તેવા કુર માનવસમાજને હત્યારા સિવાયનું બીજુ કયું ઉપનામ આપવું ઘટે ? - પશુધન વિણસી જતાં આંધ્ર-મદ્રાસ–કલકત્તા–ઉત્તર પ્રદેશ વગેરેમાં બળદ-ઘેડાના અભાવે મજુર માણસોને