________________ હોય છે ? સહૃદયી માણસ તો આવા રાક્ષસી દશ્યને પોતાની આંખે જોઈ પણ શકતું નથી. ખૂનની નદી વહી રહી હોય, માંસને ઢગલે પડયો હાય, હાડકાંઓ અહીં તહીં વિખરાયેલાં પડયાં હેય, લોહીથી ખરડાયેલું ચામડું ગમે તેમ પડયું હોય, ઉપરથી ગીધ વગેરે પક્ષીઓ ઊડતાં હોય, આ ઘણિત દશામાં મનુષ્ય નહીં, રાક્ષસ જ કામ કરી શકે છે. આ કારણને લીધે જ યુરોપમાં પ્રતિષ્ઠિત ન્યાયાધીશ કસાઈની સાક્ષી પણ લેતા નથી. એની દ્રષ્ટિમાં કષાઈ એટલો નિર્દય થઈ જાય છે કે તે મનુષ્ય જ નથી રહેતો હદયહીન નિર્દય મનુષ્યમાં માનવતા પણ કયાં હોઈ શકે ? ક આર્થિક દૃષ્ટિએ પણ માંસાહાર દેશને માટે ઘાતક છે. ગાય, ભેંસ, બકરી વગેરે દેશ માટે બહુ ઉપયોગી પ્રાણી છે. માંસાહારીઓ દ્વારા એને સંહાર કર અનુચિત, ભયંકર અને આર્થિક રીતે દેશને પાયમાલ કરનારો છે. ઉદાહરણ તરીકે ગાયને લઈએ. આપણને દૂધ, દહીં, ઘી, બળદ, છાણ વગેરે મળે છે. એક ગાયની આખી પેઢીથી ચાર લાખ એગણ પચાસ હજાર સાતસો વીસ માણસને સુખ મળે છે. જીવવિજ્ઞાન-વિશારદાએ બહુ ઝીણવટથી ગણતરી કરી છે. પ્રત્યેક ગાયના જન્મભરના દૂધથી ચોવીસ હજાર નવસે સાડ માણસે એક વાર તૃપ્ત થાય છે. સરેરાશ આ. 6 વી, બળ ગણપતિ