________________ ઉન્નતિ સાધવા ઈછા ન હોય ? અને જો તેમ હોય તો કેટલું આશ્ચર્ય, કેટલી અણસમજ, કે પરમાતમાથી દૂર રાખનાર, નીતિધર્મનો નાશ કરનાર, બાળકોમાં અનીતિ, પાપ, અધર્મના અંકુરો ઉત્પન્ન કરનાર, નિર્દય ખોરાક માંસ, મચ્છી ઇંડાને હજુ પણ ન છોડે ? અને તેને માણસજાતને કટ્ટો દુશ્મન જાણી, તેને નાબુદ કરવા નિશ્ચય ન કરે તો પોતાને હાથે પોતાનું ભૂંડું કરવા જેવું હાંસી પાત્ર વર્તન કહેવાય તેમાં શું સંદેહ? સમાજને સડે અને ભયંકર ઘાતકીપણું દુનિયામાં માંસાહારી લોકોને માંસ પૂરું પાડવા માટે સમાજના એક ભાગને કસાઇને ધંધે સ્વીકાર પડે છે. કસાઈ શબ્દ જ ઘાતકીપણુ બતાવનાર શબ્દ તરીકે સર્વને જાણીતો છે, અને જગતમાં કસાઈ એ તરફ લોકોને સદભાવ જાગતું નથી. આ રીતે સમાજના એક અંગને સડાવવાને દોષ પણ માંસાહારીએ ઉપર જ આવે છે. આ કસાઈને વર્ગ સમાજની સામાન્ય નીતિ ઉપર ઘણી જ ખરાબ અસર કરે છે. મી. સીડની એસ. બીયડે એક સ્થળે લખ્યું છે કે માંસાહારથી માણસની નૈતિક ભાવનાઓને સીધી તેમજ આડકતરી રીતે ઘણી ખરાબ અસર થાય છે. એ તે દેખીતું છે કે જ્યાં લોહીની નદીઓ વહેતી હોય, જ્યાં કાપાકાપી જ થતી હોય ત્યાં લોકે પશુવૃત્તિવાળા, પાષાણુ હૃદયના અને રાક્ષસી બની જાય છે. તેમનાં બાળકના મગજ પર પણ તેવા જ ઘાતકી અને નિષ્ફર સંસ્કાર