________________ 74 તે માંસાહારથી થતું નુકશાન : માંસ-મચ્છીના બારાકથી ઘણી રીતે નુકશાન થાય છે અને તેવાં નુકસાન ચાર દૃષ્ટિબિંદુમાં એકત્ર કરવાથી આ અભક્ષ્ય ખોરાકની બધી હાનિઓનો પૂરત ખ્યાલ આવી શકશે. (1) માંસાહાર નૈતિક અને આધ્યાત્મિક દૃષ્ટિએ જોતાં વર્તમાન તેમજ ભાવિ પ્રજાને ઘણું નુકશાન કરે છે. માંસ-મચ્છીના ખોરાકથી સમાજની અને ખાનારાઓની નીતિ-રીતિ ઉપર જે ખરાબ અસર થાય છે તેને ખ્યાલ કર્યા પછી કઈ પણ સમજુ માણસ તે ખોરાકને વળગી રહેવું સલામતી ભરેલું માનશે નહિ. આ બાબતમાં પ્રથમ એ જ તપાસીએ કે માસાંહારના ગુણદોષની તેના ખાનારાઓના નૈતિક અંકુરો અને ભાવના ઉપર કેવી અસર થાય છે ? ખૂનરેજીના, કાપાકાપીના ભયંકર દેખાથી સામાન્ય રીતે કોઈ પણ સહદથી માણસને કમ્પારી છૂટયા વગર રહેતી નથી, છતાં પણ આ લેહીથી ખરડાયેલા, કાપાકાપીથી મેળવેલા માંસના લોચાઓ, બિચારાં મુંગા પ્રાણીઓને શરીરના ટુકડાઓ, ખેરાક તરીકે ખાવાં માંસાહારીઓના હૃદયને જરા પણ આંચકે ન લાગે તે જ ખાત્રી આપે છે કે માંસ ખાવાની આ રીત માંસાહારીઓના હૃદયને પથ્થર જેવું નિષ્ફર બનાવી દે છે. તેમના હૃદયના ભાવને જડ કરી નાખે છે અને તેમની નીતિને નાશ કરે છે.