________________ 76 રાક્ષસી લક્ષણે : તમગુણ, અહંકાર, ક્રોધ, મદ, મત્સર, અન્યાયઘાતકીપણું વગેરે આસુરી લક્ષણેની ખાણ છે. અને તેથી જ તમે ગુણી મનુષ્ય જગતમાં આદરણીય હેતા નથી. અન્યાય, અનીતિ, ઘાતકીપણું વગેરે માંસાહારીમાં રહેલાં છે. તમગુણથી નીપજતાં રાક્ષસી લક્ષણે જ્ઞાતિઓના, સમાજના, અને સમગ્ર દેશના સુખ ઉપર સખત ફટકા મારનાર નીવડયાં છે. કેમકે આ જમાનામાં ચાલતી લડાઈઓ, મારામારીઓ અને તેવા જ બીજા અણઘટતા બનાવ તામસવૃત્તિનાં સીધાં પરિણામે છે અને તે બનાવો જગતની સુલેહ-શાંતિ, અને સુખને નસાડનાર નીવડયાં છે. આ કારણેથી ડાહ્યા માણસે તમે ગુણને પોષનાર પદાર્થોના સેવનથી હંમેશા સાવચેતીથી દૂર રહે છે. માંસાહારીઓ તામસ પ્રાધાન્ય હોવાથી તેમનામાં નીતિના અંકુરો નષ્ટ થઈ જાય છે. તે બાબતમાં મી. રસીડની એસ. બીયડ પ્રેસીડેન્ટ, ઓર્ડર ઓફ ધી ગોલ્ડન એજ” પુસ્તકમાં એક સ્થળે જણાવે છે કે માંસ-મરછીનો ખોરાક માણસની ઊંચી ભાવનાઓને નાશ કરી, હલકી વૃત્તિઓને ઉત્તેજિત કરે છે. માણસેને સ્વાથી ઘાતકી અને અનીતિમાન બનાવે છે એ વાત સર્વમાન્ય છે. ઈતિહાસના અનુભવ અને સમાલોચનથી એ જ વાત સિદ્ધ થઈ ચૂકી છે કે આપણી અંદરની પશુવૃત્તિઓને પોષવાથી આપણી નૈતિક અને આધ્યાત્મિક અધોગતિ જ થાય છે.