________________ 71 બેઠા તે તેની થાળીમાં પેલી ગરોળી પણ આવી. રાજકર્મચારી ખીજાઈ ગયા અને ઠપકે દેવા લાગ્યા, “હે આળસુ ! તારાથી ભીડાનાં ડીંટિયાં પણ કઢાતાં નથી ?" એટલામાં તેના પગ જોયા. તરત જ તેમણે દીપક મંગાવી પ્રકાશમાં જોયું તો ગરોળી દેખાઈ. તે દિવસથી એમની આંખો ખૂલી ગઈ. રાત્રિભોજનને સદી માટે ત્યાગ કર્યો. દુર્ભાગ્યવશ જે તેણે ગોળી ખાધી હોત તો કેટલો અનર્થ થાત ? હમણાં તાજેતરમાં લડૂ પીનારાનાં અમદાવાદની હોસ્પિટલમાં 900 જેટલાં મરણ થયાં અને બીજા સેંકડોની કાયમ માટે આંખ ગઈ. મહારાષ્ટ્રમાં ચાર સુખી મિત્રો રાત્રીના ફરવા નીકળ્યા. શેરડીનો રસ પીવાનું મન થયું. રસવાળાને ઓર્ડર આપ્યો. રસ પીધો અને મિનિટોમાં પ્રાણ નીકળી ગયો. ચારે યુવાનને મા–બાપ, પરિવારને સખત આઘાત લાગ્યા. રસવાળાને ત્યાં તપાસ કરતાં શેરડીના કૂચામાં નાને સાપે કચડાઈ ગયેલો મળે, ત્યારે ભાન થયું કે રાત્રે રસ ન પીધે હોત તે આ દુર્ઘટના ન બનત. રાત્રે ઝેરી જંતુઓ પિતાને ખોરાક લેવા નીકળે છે. તે રાત્રિના ખાનપાનમાં ભળી જતાં આવા દુઃખદ પરિણામ આવે છે.' આવા માઠાં પરિણામેથી સદંતર બચી જવા જ્ઞાની ભગવંતે પહેલેથી જ અભક્ષ્ય ત્યાગની વાત ફરમાવે છે. તેનું પાલન જે કરે છે તેઓ અવશ્ય સુખી બને છે.