________________ 13. રાત્રિભેજન–અનર્થકારી - ભારતના પ્રાચીન શાસ્ત્રકારેએ ભેજન માટે કયા ક્યા નિયમે દર્શાવ્યા છે? જીવનને માટે ભેજન આવશ્યક છે. ભોજન વગર માણસનું શરીર ટકી શકતું નથી. ભાજનની પણ એક મર્યાદા છે. જીવન માટે ભોજન છે, નહિ કે ભેજન માટે જીવન! દુઃખની વાત એ છે કે આ યુગમાં ભેજન માટે જીવન થઈ ગયું છે, આજનો માણસ ખાનપાન વિશેના નિયમે ભૂલી ગયો છે. જે કંઈ સારું-ખરાબ ભેજન સામે આવે તે ઝટ લઈને ખાઈ જાય છે. નથી અને માંસ પ્રત્યે ઘણા. નથી એને મદ્ય પ્રત્યે તિરસ્કાર, ભક્ષ્યાભઢ્ય વિષે તેને કંઈજ ખબર નથી. ધમની વાત તે જવા દઈએ આજે તે ભેજનના ચટકા પાછળ પડી, પોતાનું સ્વાશ્ય પણ બગાડે છે. પછી દવાથીય ઠેકાણું પડતું નથી. શરીર બગાડયું અને જીવન બગાડયું માટે ખૂબ જ સાવધાન બનવાની જરૂર છે. ભેજનને વિવેક જરૂરી છે. આજને માણચ સવારે પથારીમાંથી ઊટતાં જ ખાવા લાગે છે અને આ દિવસ પશુની જેમ ચરતો જ રહે છે. ઘર ખાય છે, મિત્રોને ત્યાં ખાય છે, અરે બજારમાં જઈને પણ ખાય છે. એ સાંજે ખાય છે, રાતે ખાય છે અને પથારીમાં સૂતાં સૂતાં પણ દૂધને ગ્લાસ ગટગટાવી જાય છે. પેટ છે કે પટારો? રાત દિવસ પેટનો ખાડે ભયા જ કરે છે, છતાં પણ સહેજે સંતોષ નથી.