________________ નિપુણ : એ વાત સત્ય છે પણ જ્યારે કે જ્યારે તું મને જીતીશ ત્યારે. (અર્થાત્ હું હારીશ તે તારા જેવા વિદ્વાનની જગતના એક ખૂણા રૂપ આ દેશની તુલના ખૂણામાં રહેલી કીડી જેવી મેં ઊંટ તરીકે તારી પ્રસિદ્ધ કરી કહેવાશે.) વાડી H હે કન્યા ! બે સ્ત્રી અને બે પુરુષથી ઉત્પન્ન થયેલો એક મનુષ્ય અંદરથી કાળા અને બહારથી ઊજળો છે. દેવોને પણ હોય છે પરંતુ દેવ નથી. સર્વ વ્યવહારને નિર્વાહ કરનાર છે. સમુદ્ર છે પણ જળથી બીવે છે, પગ વિનાને છે પણ ભ્રમણ બહુ કરે છે, સર્વ વાત કહેનારો છે પણ મૌન છે, તેમ સાક્ષર હોવા છતાં જડ છે. નિપુણ : તે લેખ છે. જે શાહી અને કલમ એ બે સ્ત્રી, તથા કાગળ અને હાથ એમ બે પુરુષથી લેખ લખાય છે. લખાયેલો પત્ર વીટાણુ કરતાં અંદર કાળે ને બહાર ઉજવલ છે. દેવોને પણ લેખ એટલે દૈવ-ભાગ્ય હોય છે, પણ લેખ તે દેવ નથી. સર્વ વ્યવહારસાધક છે, તથા મુદ્ર= અક્ષર, સ=સહિત અર્થાત્ અક્ષરવાળો છે. પાણી પડે તે શાહીના અક્ષર ચાલ્યા જાય છે માટે જલથી ડરે છે. પગ નથી છતાં દેશ-દેશાવર જાય છે. શેષ વિગત સુગમ છે. વાદી : હે કન્યા ! એક પુરુષ અને ચાર સ્ત્રી મળીને ઉત્પન્ન થયેલી નારીજાતિ વસ્તુ કેઈને આપી હોય તો ગાઢ અવાજ કરનારી અને શરીરે સ્પર્શી જતાં દુઃખ કરનારી છે, દેખનારને વૈરભાવ ઉત્પન્ન કરનારી છે. નિપુણ : ચપેટા-થપ્પડ. જે એક અંગુઠો (પુરુષ) અને 4 આંગળી (સ્ત્રી) થી ઉત્પન્ન થાય છે. આ. 5