________________ અચિત્ત પાણી અને તે પણ વાવનું, કલમી ચોખાને ભાત, મગ, દોડીનું શાક, ગાયના દૂધ, ઘી અને છાશ ફળમાં આંબળાં અને સ્વાદિમમાં માત્ર સેપારી. બાકી બધું ત્યાગ કર્યું. આ રીતે આકરું વ્રત ગ્રહણ કરીને તેને યોગ્ય નિર્વાહ કરતી. તે પોતાને ઘણોખરે સમય ધર્મારાધનમાં જ પસાર કરવા લાગી. એવામાં પરીક્ષાર્થે દેવ વૈદ્યનું રૂપ કરી આવ્યો અને તેણે ભવાનીની તબિયત જોઈને જણાવ્યું કે “હે પુત્રી ! તું આ અમૃતફળનું ભક્ષણ કર અને તેની સાથે મંત્રેલું પાણી પી, તો તારા સર્વ રોગ જડમૂળથી નાશ પામશે. પરંતુ નિયમને દઢ રીતે વળગી એટલે માતાપિતાએ તથા કુંટુંબીઓએ જણાવ્યું કે “આ અવસર ચૂકવા જેવો નથી. આવા વૈદ્ય અને આવાં ઔષધો ફરી ફરીને મળતાં નથી' પ્રત્યુત્તરમાં ભવાનીએ કહ્યું કે, આ જગતમાં અહત્ જેવા કેઈ વૈદ્ય નથી કે જે જન્મ-મરણને રોગ મટાડે છે, અને જિન ધર્મ જેવું કેઈ ઓઘ નથી કે જેનું સેવન કરવાથી અનાદિને કર્મને મહારોગ ટળી જાય. માટે આ ઔષધથી સર્યું. હું તે મારા નિયમને બરાબર પાળીશ. આ પ્રમાણે તેની દતા જોઈને માતા-પિતા તથા કુંટુંબીઓ કંઈક ખેદ પામ્યાં, પણ તે જ વખતે પેલા દેવ-દે પોતાનું સ્વરૂપ : પ્રકટ કરીને જણાવ્યું કે “મેં અન્ય દેવના મુખથી - - ભવાનીની દઢતાની જે વાત સાંભળી હતી તે અક્ષરશઃ