________________ સાસરિયાંને અપ્રીતિ થઈ અને તેમણે તેને પિયર મેકલી આપી. માતા-પિતા સમજી ગયાં કે પુત્રીની જીભ વશ રહેતી નથી, તેનું આ પરિણામ છે. એટલે તેમણે તેને જ્ઞાની ગુરુ મહારાજ પાસે રાખી અને તેને કેઈ પણ રીતે આચારમાં સ્થિર કરવા વિજ્ઞપ્તિ કરી. ગુરુણી મહારાજશ્રીએ બહુ યુક્તિપૂર્વક 22 અભક્ષ્યનાં કટુફળ સમજાવ્યાં, ત્યારે તેણે અભક્ષ્ય ન વાપરવાને નિયમ લીધો. . એક દિવસ તે ગુરુણીજી મહારાજ પાસેથી સાસરે ચાલી ગઈ. સાસરિયાંઓએ એમ સમજીને તેને સ્થાન આપ્યું કે હવે તે જરૂર સુધરી હશે પણ લુલીનાં લખણું જાય નહિ એટલે તેણે એક દિવસ કંદમૂળ વગેરે મંગાવીને ખાધાં અને તે વાતની સાસુને ખબર પડતાં તેને જાકારો દીધે. આથી પિતાને પિયર આવવા નીકળી. ત્યાં રસ્તામાં એક જંગલ આવ્યું અને તેમાં એક મનોહર ફળવાળું વૃક્ષ જોવામાં આવ્યું એટલે સુભદ્રાની દાઢ ડળકી અને તેણે એ ફળ ખાધાં પરંતુ એ ફળે ઝેરી હતાં અને પ્રાણનો શીઘ નાશ કરનારાં હતાં તેથી સુભદ્રા મરણ પામી અને પહેલી નરકે ગઈ. જેઓ જીભને વશ ન રાખતાં ગમે તે આહારવિહાર કરે, તેને માટે આ સિવાય બીજી કઈ ગતિ હોય ? ત્યાંથી તિર્યંચાદિ ભવ પામીને બીજી તરકે ગઈ અને ત્યાંથી મરીને ભૂંડ, ગર્દભ, બિલાડી, સાપ, વીંછી, કાગડા, ગીધ વગેરેના અનેક દુઃખદ ભ કરતી આખરે લક્ષ્મીપુર