________________ પુત્રીનો જન્મ થયો છે, તેના પુણ્ય પ્રભાવથી આ શુભઃ ઘટના બની છે. તે પુત્રીને પૂર્વભવ તું ધ્યાનથી સાંભળ. પૂર્વે ભદ્રપુર નામના નગરમાં ભદ્ર નામે શેઠ અને ભદ્રા નામની શેઠાણી રહેતાં હતાં. તેમને સુભદ્રા નામની પુત્રી હતી. તે રૂપ અને લાવણ્યથી મને હર હતી, પણ રસનેન્દ્રિયની વૃદ્ધિને વશ થએલી હતી, એટલે ભણ્યાભઢ્યને વિવેક કર્યા વિના ગમે તેવાં પત્ર, પુષ્પ અને કંદમૂળ વગેરેનું ભક્ષણ કરતી હતી. માતા-પિતા નિગ્રંથ પ્રવ–. ચનમાં માનનારાં હતાં, એટલે તેમના ઘરમાં અભક્ષ્ય વસ્તુઓ આવતી ન હતી, પરંતુ તે નેકર–ચાકર પાસેથી છાની રીતે મંગાવીને ખાતી હતી. આ વાત માતા-પિતાના જાણવામાં આવી એટલે તેમણે પુત્રીને શિખામણ આપી કે “આપણા કુળને આચાર એ છે કે અજાણ્યાં ફળ-. ફૂલ ખાવાં નહિ, કંદમૂળનું ભક્ષણ કરવું નહિ તેમજ વિદલ કે ચલિત રસવાળી વસ્તુઓ, માંસ–મદિરા–મધ–માખણ, રાત્રિભેજન, બળઅથાણ વગેરે 22 પ્રકારના. અભય પદાર્થો વાપરવાં નહિ.” પરંતુ સુભદ્રા રસની લાલસામાં લુબ્ધ હતી, એટલે તેણીએ શિખામણને સાંભળી ન સાંભળી કરી અને પોતાની પદ્ધતિ ચાલુ રાખી. કાલક્રમે રેગ્ય ઉંમરની થતાં, આ ભરૂચ પડવાની ટેવ ભૂલાઈ જાય માં તેનાં લગ્ન એક ધાર્મિક કુટુંબમાં કરવામાં આવ્યાં. અહીં પણ તેનો અભક્ષ્યને વ્યવહાર પ્રચ્છન્ન રીતે ચાલુ રહ્યો, એટલે ધાર્મિક શ્રદ્ધાવાળાં .