________________ લીધી હોય તેમ સર્વ વનપતિ સુકાઈ ગઈ. આથી સર્વત્ર હાહાકાર વર્યો અને રાજા તથા મંત્રી ઘણી ચિંતાતુર થઈ ગયા. અનાજ તો સંઘર્યું હોય તે કામ લાગે પણ પાણીનું શું કરવું ? તે એક મોટી મૂંઝવણને વિષય થઈ પડો. પાણીના ટાંકા તો અમીર ઉમરાવ અને શ્રીમંતોના ઘરમાં હોય, પણ સામાન્ય પ્રજાજનને નિર્વાહ તેનાથી કેમ થાય! એટલે રાજાએ જોશીઓને તેડાવ્યા અને જોશ જોવડાવ્યા કે મીઠાં જળની વૃષ્ટિ ક્યારે થશે ? જોશી એ લાંબા ટીપણું ઉકેલ્યાં અને ધન, મકર, કુંભ, મીનની ગણતરીઓ કરી. વળી પુરાણ પંથીઓ જોઈ અને પાટીમાં યંત્રો ચીતર્યા પણ મીઠા જળની વૃષ્ટિ કયારે થશે, તે કઈ કહી શકયું નહિ. આથી રાજાની ચિંતામાં વધારો થશે અને મંત્રીની નિંદ્રા ઊડી ગઈ. જેના હૈયામાં હરદમ પ્રજાહિતની ચિંતા હોય, તેને આવા પ્રસંગે ઊંઘ કેમ આવે ? આ પ્રમાણે ચંપાનગરીમાં મુસીબત અને મૂઝવણનું વાતાવરણ વ્યાપી રહ્યું છે ત્યાં એક પ્રાતઃકાળે વનપાલકોએ આવીને વધામણ આપી કે “મહારાજ ! સુકાઈ ગયેલી સર્વે વનસ્પતિ નવપદ્ઘવિત થઈ ગઈ છે અને બાગ-બગીચાઓ પહેલાંની જેમ ફળ-ફૂલથી સુશોભિત બન્યાં છે.” જલાશના રક્ષકોએ આવીને જણાવ્યું કે “કૃપાવંત ! વાવ, કૂવા, તળાવ અને સરોવરના જળ મીઠાં થઈ ગયાં છે.” અને ક્ષેત્રપાળાએ આવીને કહ્યું કે “પ્રભો ! સર્વ ખેતરો ધાન્યથી લીલાંછમ બની ગયાં છે અને પંખીઓ