________________ કિલ્લોલ કરવા લાગ્યાં છે,” તથા નગરરક્ષકાએ આવીને નિવેદન કર્યું કે ગરીબપરવર ! આજે પ્રજામાં આનંદ અને ઉત્સાહનું અનેરું વાતાવરણ વ્યાપી રહ્યું છે. આમ ચારે બાજુથી શુભ સમાચાર આવતાં રાજા અતિ આનંદમાં આવી ગયું, પણ આ ચમત્કાર શાથી બન્યો? તે સમજી શકે નહિ. કેઈએ કહ્યું કે “અમુક તપસ્વીનું તપ ફળ્યું છે. કેઈએ કહ્યું કે “અમુક યેગીની સાધના ફળી છે. કેઈએ કહ્યું કે “આ પ્રભાવ મંત્રને છે.” કેઈએ કહ્યું કે “આ પ્રભાવ તંત્રને છે.” કેઈએ કહ્યું કે “આપણે અમુક દેવની પૂજા કરી હતી, તેનું આ ફળ છે.” કેઈએ કહ્યું કે “આ પણે અમુક દેવીની આરાધના કરી હતી, તેની આ કૃપા છે.” આમ જુદા જુદા અનેક અભિપ્રાયો પ્રકટ થવા લાગ્યા, પણ તેમને કેઈ અભિપ્રાય રાજાના મનનું સંતે ષકારક સમાધાન કરી શકશે નહિ. એવામાં એક વનપાલકે આવીને વધામણ આપી કે “મહારાજ ! નગર બહાર ઉદ્યાનમાં ત્રિકાળનું સર્વ જાણનાર કેવલી ભગવંત પધાર્યા છે. એટલે રાજા ચતુરંગ સેના સાથે નગર બહાર ઉદ્યાનમાં ગયે અને સર્વજ્ઞ ભગવંતને વિધિસર વંદના કરીને યોગમુદ્રાએ સામે બેઠે. પછી તેણે વિનયથી પૂછયું કે “હે ભગવંત! નગરમાં પ્રવતી રહેલું અશુભ એકાએક દૂર કેમ થયું ? આ પ્રભાવ ને સમજ?' ત્યારે કેવલી ભગવંતે કહ્યું : “હે રાજન ! ગઈ રાત્રિએ બહુબુદ્ધિ પ્રધાનને ત્યાં એક