________________ નથી. સાત્વિક ભય આહાર કરનાર મનુષ્ય અધ્યાત્મ માર્ગમાં દઢતાથી અગ્રસર થાય છે. જે અન્ન કે આહાર બુદ્ધિવર્ધક હોય, વીર્યરક્ષક હોય, ઉત્તેજક ન હોય રક્તને દૂષિત ન કરે તેવું અને સુપાચ્ય હોય તે સાત્વિક કહેવાય છે. આધ્યાત્મિક ઉન્નતિ કરવાની (6) અને વિચારને પવિત્ર તથા મનને શાંત એવું પ્રસન્ન (મ) રાખવા જેવો સંયમ સાધ્ય કરવાની ઈચ્છાવાળાએ, તેમજ દેવી તેજને પિતાનામાં આવિષ્કાર થયેલ જેવાને ઉત્સુક એવા સૌએ સાત્તિવક આહારનો જ નિયમ રાખવો જોઈએ. 12, પ્રભાવશાળી નિપુણ જળાશયોનાં જળ મીઠાં થવાનું કારણ તથા નિપુણુની ચમત્કારિક બેધક કથા - અંગ નામે દેશ છે, તેમાં ચંપા નામે નગરી છે, ત્યાં સહસ્ત્રવીર્ય નામને ન્યાયપરાયણ રાજા રાજય કરે છે. તેને બહુબુદ્ધિ નામને મંત્રી છે. જે ધમનો પરમ અનુરાગી છે અને રાજ્યનીતિમાં ઘણે જ કુશળ છે. જ્યાં રાજા ન્યાયી હોય અને મંત્રી કુશળ હોય ત્યાં પ્રજાને કઈ વાતનું દુઃખ ન હોય, એટલે ચંપાનગરીના લોકે યથાશક્તિ ધર્મારાધનમાં તથા આનંદ-પ્રમોદમાં પોતાનો સમય પસાર કરે છે. એવામાં એકવાર વિષમેઘની વૃષ્ટિ થઈ, એટલે તમામ જળાશયોનાં જળ વિષમિશ્રિત થઈ ગયાં, બાગ-બગીચા સુકાઈ ગયા અને દાવાનળ ભરખી