________________ 47. માતાએ કર્યું. ગાંગેયને વીર બનાવવા પ્રયત્ન આદર્યો. મા એટલે સંસ્કારથી, સંયમથી, શિક્ષણથી, સદાચારથી બાળકને ઘડનાર શિપી. કપડાં ધેવા કેટલો સાબુ જોઈએ છે ? તે તન અને મનનો મેલ ધોવા સંસ્કારના સાબુની જરૂર છે આલિશાન ઈમારત કે ફર્નિચર કે ઠાઠમાઠના દેખાવથી માનવતા નહિ આવે. મહાન બિલ્ડીંગમાં વામણું જોવા મળે છે, ત્યારે દયા આવે છે ! આવું મકાન આવા વિભવશાળી રાચરચીલામાં મન તો જાણે સાવ નાનકડું ! સંસ્કારસંપન્નતા વિના શિક્ષણનકામું છે. બાળકોમાં જરૂર છે સંસ્કાર સિંચનની, સંયમને સદાચારયુક્ત શિક્ષણની. સુસંસ્કાર ન પોષનાર માતાપિતા બાળકના હિતશત્રુ છે એક સંસ્કારી પુત્રથી માતાને જે આનંદ થશે તે અસંસ્કારી દસ પુત્રોથી નહિ થાય. આજે લેકેને મહા પુરૂષોનાં ચરિત્ર યાદ નથી માટે ઉપદેશકોએ વારંવાર તે યાદ કરાવવાં પડે છે. માતાએ ગાંગેયને શૌર્યવાન, કળામાં કુશળ અને અસ્ત્ર–શસ્ત્રમાં પ્રવીણ બનાવ્યું. સંસ્કારહીન માયકાંગલા બાળકને જોઈ શું દયા ન આવે ? વિલાસી જીવન જીવતાં એ બાળકે શું ઉજાળશે? વીર્યહીન પ્રજા સંસ્કાર, સંયમ, શિક્ષણ કેમ સાચવશે? આજનો આ મૂંઝવતો ગંભીર પ્રશ્ન છે. ભારતની પ્રજાનું સદાચાર–બળ, ધર્મબળ, ખમીર, બુદ્ધિબળ અને સંસ્કૃતિને તેડવા માટે આજે બેફામ રીતે વિલાસનાં સાધનોને વિદેશીઓની સહાય દ્વારા ધૂમ પ્રચાર વધી રહ્યું છે, જેમા મહાપુરુષોએ પ્રાણના ભાગે