________________ પ૧ અટકશે? તે કહેવું મુશ્કેલ છે. બેજવાબદારીથી બેલતાં અને લખતાં, કોઈ પણ અભિપ્રાયથી અંજાઈ ન જતા, તે સંબંધી ઊંડાણથી વિચાર કરે જરૂરી છે. થોડા વખત પહેલાં ભારતીય સંસદમાં અનાજની તંગીનો પ્રશ્ન ચર્ચાઈ રહ્યો હતો, ત્યારે એક માનનીય પ્રધાને કહ્યું કે “આજે અનાજની ખૂબ તંગી પ્રવર્તે છે, માટે લોકોએ માછલાં ખાવાનું શરૂ કરવું જોઈએ. આ શબ્દો તે જ માનનીય પ્રધાન દ્વારા બેલાયા હતા કે જેઓ રાજનીતિમાં પણ અહિંસા સાચવવાની ભાવનાવાળા, સર્વોદયના સિદ્ધાંતને સ્વીકારનારા હતા. સામાન્ય અક્કલના કોઈ મનુષ્ય તેનાથી દોરવાઈ જઈને તેવું કૃત્ય કરે તે છેક ન બનવાજોગ નથી. જે વિધાન કર્યું, તે સરકારી આંકડાઓ પર વિશ્વાસ રાખીને કર્યું હતું કે જે મેટા ભાગે બેટા હવાને સંભવ હતો. આંકડાઓની આ ઈન્દ્રજાલમાં ન ફસાતાં વાસ્તવિક સ્થિતિને અભ્યાસ કરવા માટે તેમને વારંવાર અનુરોધ થયો હતો. જે લોકેને માછલાંના ટેપલા નજીકમાંથી પસાર થતા હોય તે પણ નાકે કપડું આડું રાખવું પડે, તે એનું ભક્ષણ કરી શકે ખરા? અને માની લો કે ભક્ષણ કરવાને તત્પર થાય તે પણ એ આહારથી તેમનું સ્વાથ્ય જળવાય ખરું? પ્રકૃતિ અને રૂચિની વિરુદ્ધ આહાર ગ્રહણ કરતાં સ્વાસ્થય બગડે છે અને રોગચાળો ફાટી નીકળે છે. જે લોકો લખના પાલન માટે મરવાનું પસંદ કરે અથવા દિવાના દિવસે