________________ બાણે આવી ધનુષ્યના ટુકડા કરી નાખ્યા. તલવાર ઉપાડતાં શાંતનુને ગાંગેયે કહ્યું : “મહારાજ, હિંસા ન કરવાનો નિયમ લેનાર હું આ બાણથી આપને હવે મુગટ ઉડાવું છું. તલવાર ખેંચવા કરતાં મુગટ સાચવી લો.” ત્યાં તો ગંગાદેવી આવી પહોંચ્યાં. પુત્રને શાંત કર્યો. ગાય માતાને ચરણે પડશે. શાંતનુ આશ્ચર્ય પામ્યા. “આ મારી પત્ની ! તે આ કેશુ?” માતાએ કહ્યું : “બેટા આ તારા પિતા છે, એમનાં ચરણોમાં પગે પડ ને ક્ષમા માંગ.” શાંતનુને પશ્ચાતાપ થાય છે, પત્નીની માફી માંગે છે. પગે પડવા જાય છે, પણ આયે સ્ત્રી પતિને પગે પડવા દે ખરી? એ તો સંયમી, સંસ્કારી ને સદાચારી છે. શાંતનુનો ગર્વ ગળી જાય છે. તેને ખૂબ જ પ્રશ્ચાતાપ થાય છે. ગંગાદેવી આગ્રહપૂર્વક ખૂબ સન્માનથી સકારથી નગરપ્રવેશ કરવા વિનવે છે. સંયમી જીવનમાં એજસ, તેજ, રણકાર ને વ્યક્તિત્વ જન્મે છે. સંસ્કાર વગરનું શિક્ષણ તેલ વગરના દીપક સમાન છે, શિક્ષણ અને સંસ્કાર જીવનરથનાં બે ચક છે. સંસ્કાર, સ્વછતા ને સુંદરતાની જીવનમાં આવશ્યકતા છે. બાહ્ય હશે તે અંતરિક જન્મશે. અને આંતરિક : તથા બાહ્ય સ્વચ્છતા આપણને પ્રભુતા પ્રતિ લઈ જશે. તન, મન અને આત્મા ત્રણેને નિર્મળ અને સ્વચ્છ રાખે. તે માટે આહારમાં શુદ્ધિ-બ્રિક જાળવો. . 4