________________ સરક્ષેલી અને આપણને વારસામાં આપેલી સંસ્કૃતિનું, શીલ–સદાચારનું જતન કરવાને બદલે આપણે ભેળવાઈ રહ્યા છીએ તે ખૂબ જ ઊંડી સૂઝ અને વિચારણું માગે છે. જાગૃત ન થયા તે નુકસાનનો હિસાબ રહેશે નહિ. ગાંગેયમાં તેજ, તાકાત, કૌવત વધતાં ચાલ્યાં. મા ની આજ્ઞાને તે અનુસરે છે, ઘોડે બેસીને જંગલમાં જાય છે. પાછો આવી માને પગે પડે છે, આશીર્વાદ મેળવે છે. ગાંગેયને માતાએ કહ્યું : “બેટા ! અહીં આસપાસના વાતાવરણમાં કઈ પ્રકારની હિંસા ન કરવી ને થવા પણ ન દેવી. માતાનું આ વચન માથે ચઢાવી, ગાંગેય જીવનમાં પ્રગતિ કરે છે. જેની રક્ષા કરે છે. શિકાર કરતા કરતા હરણની પાછળ પડેલા શાંતનુ એક વખત આ બાજુ આવી ચડયા. હરણ તે નાસી ગયું, પણ સામે હાથ ઊંચો કરી ગાંગેય ઊભા રહ્યા. ગાંગેયના અવાજ-રણકારથી શાંતનુ જેવા સમ્રાટ પણ થંભી ગયા, પાછા હટી ગયા. કારણ? અવાજ હતો સંયમી યુવાનને. સંયમી જીવનમાં ઓજસ, તેજ, રણકાર ને વ્યક્તિત્વ જમે છે. શાંતનુ બેલ્યા, “મને રોકનાર તું કેણ? હું સમ્રાટ છું.” ગાંગેયે સ્વસ્થ મને જવાબ આપે, “મહારાજ, આપ જગતના સમ્રાટ હશે, પરંતુ હું આ ભૂમિની મર્યાદાને સ્વામી છું. ચર્ચા વધતાં, શાંતનુની આંખ લાલ બની. શાંતનુએ પણછ ચડાવીને બાણ છેડયું. ત્યાં તે ગાંગેયના