________________ 53 ધાર્મિક સિદ્ધાંતો અમલમાં મૂકનારને મોટે ભાગે માંદગી આવતી નથી. વર્તમાનમાં માંદગી દેખાતી હોય તો તે ભૂતકાળમાં કરેલા ધાર્મિક સિદ્ધાંતોના ભંગનું ફળ છે. (આ અંગે નિપુણાનું ઉદાહરણ જુએ–પૃષ્ઠ 56 ) જે આરોગ્ય બરાબર ન હોય તો ધર્મની આરાધનામાં ડગલે ને પગલે અંતરાય ઊભું થાય છે. માટે આરોગ્ય તરફ પ્રથમ ધ્યાન આપવું જોઈએ. છૂટછાટનું જીવન, જે તે અભક્ષ્યનું ભેજન વગેરે ધર્મપાલનમાં ઢીલાશ જણાવે છે. ભક્ષ્યાભયને વિવેક જે બરાબર સચવાય અને પાલન થાય તે તે ધર્મ સચવાય અને આરોગ્ય પણ સારું રહે છે, અને જીવન પણ સુંદર બને છે. આહારમાં અહિંસા, સંયમ અને તપને સિદ્ધાંત આહારની બાબતમાં અહિંસા, સંયમ અને તપને સિદ્ધાંત કેવી રીતે લાગુ પડે છે, તે સ્પષ્ટ રીતે સમજી લેવાની જરૂર છે. સામાન્ય રીતે પુરુષને આહાર 32 કવલ-કેળિયા અને સ્ત્રીને આહાર 28 કવલ ગણાય છે. આ પ્રમાણુથી કંઈ પણ ઓછું ખાઈને ઉદરને થોડું ઊણું રાખવું તે ઊદરિકા નામનો તપ છે. રસ-સંજ્ઞા નીચે આવતી અભક્ષ્ય મહાવિગઈઓનો સંપૂર્ણ ત્યાગ, અથવા તેના ત્યાગ માટે પ્રત્યાખ્યાન–નિયમ કરો એ રસત્યાગ નામને તપ છે. આહાર ગ્રહણ કરતી વખતે જે પદાર્થો વાપરવામાં આવે તેમાં માત્ર ઉદરપૂતિનો જ હેતુ રાખવે, પણ રસ