________________ પર ઉપવાસ કરવા તૈયાર હોય, તેમને આ રીતે પિતાને ધાર્મિક અહિંસક સિદ્ધાંતનો ત્યાગ કરીને રેગત્પાદક અભક્ષ્ય ખાવાની સલાહ આપવી તે પ્રજાના સ્વાસ્થને વિચાર કર્યા વગરની છે. વગર વિચાર્યું પગલું છે, જે દેશના અને પ્રજાના અધઃપતન ને આરોગ્યનાશ નેતરનારું છે. આવી જ પરિસ્થિતિ આધુનિક લેખકેની છે. તેઓ વૈજ્ઞાનિકોના મુખેથી કેઈપણ ના વિચાર સાંભળે છે કે તરત જ તેની હિમાયત કરવા લાગી જાય છે. ઉંદર અને મનુષ્યમાં ઘણું અંતર છે. ઉંદર દરમાં રહે છે, મનુષ્ય ઘરમાં રહે છે. ઉંદર કાચું અનાજ ખાય છે. મનુષ્ય રાંધીને ખાય છે. ઉંદરને માત્ર શારીરિક કામ કરવાનું છે, મનુષ્યને શારીરિક અને માનસિક બંને કાર્યો કરવાનાં છે. ટૂંકમાં બંનેના જીવનમાં અને કાર્યમાં આકાશ પાતાલ જેટલું અંતર છે, એટલે ઉંદર પર કરેલા અખતરાઓનું પરિણામ મનુષ્યના જીવનમાં ઘટાડવું, તે કોઈ પણ રીતે યુક્ત કહેવાય નહિ. આ સંગોમાં આપણા પૂર્વ પુરુષોએ આહારની સમસ્યાને જે રીતે ધર્મગ્રંથોમાં, આયુર્વેદશાસ્ત્રમાં ઉકેલ કર્યો છે અને જેની પાછળ હજારો વર્ષ જીવંત અનુભવ પડેલો છે, તેને વળગી રહેવું એ જ હિતકર અને સુખકર છે, અન્યથા ભ્રમજાળમાં ફસાઈને શ્રેષ્ઠ જીવન હોમી દેવાનું બનશે અને પસ્તાવાને પાર રહેશે નહિ. - આહારનો નિર્ણય કરવામાં ધાર્મિક સિદ્ધાંતોનું પાલન થાય, આરોગ્ય સુરક્ષિત રહે તે જોવાની જરૂર છે.