________________ સંસ્કાર સચવા પાછળ કેટલી મિનિટ ખર્ચો છો ? આ ગંભીર પ્રશ્ન વિચારી સુસંસ્કારના સિંચન માટે સંસ્કારી ગંગાદેવીને પ્રસંગ સમજવા જેવું છે - ગંગાદેવીએ અનેક શરતે સાથે શાંતનું રાજા સાથે લગ્ન કર્યા હતા. સદાય સત્ય બેલનાર રાજાને એક વખત શિકારેથી પાછા ફરતાં ગંગાદેવીએ પૂછયું, “ક્યાં જઈ આવ્યા ? શાંતનું જુઠું બોલ્યાઃ ફરવા ગયો હતો.” ગંગા દેવીએ કહ્યું: “શરીર પરના રક્તના ડાઘાથી ફલિત થાય છે કે આપ શિકારે જઈ આવ્યા છો. આપે વચનભંગપ્રતિજ્ઞાભંગ કર્યો માટે હું આપને ત્યાંથી વિદાય લઈશ.” સ્ત્રી એક શક્તિ છે, તે શક્તિ સ્વ અને પરને સારા માર્ગે વાળવા માટે છે. મહાન ભાખરા–નાંગલ બંધ તૂટે ને પારાવાર નુકસાન કરે, તેમ માણસને નિયમ તૂટે તે તેથીય વધુ નુકસાન થાય. સ્ત્રી સંસ્કાર, શિક્ષણ ને સદાચારની પોષક છે. પતિને નિયમભંગ થતાં પોતાના સુખ-વૈભવને ત્યજી એ ચાલ્યાં ગયાં. પછી પિતાને ત્યાં ન રહેતાં પિતાના ઉપવનમાં નાનકડું મંદિર બંધાવી ત્યાં રહ્યાં, સંસકારને ખાતર સુખની તીવ્ર ઝંખનાને લાત મારી. અર્ધા ભૂખે રહ્યાં, પણ સંસ્કાર ન છોડ્યાં. તે સમજતાં હતાં કે એક સારા સંસ્કાર જીવનને ઉજાળનાર છે જ્યારે એક કુસંસ્કાર અનેક જમે સુધી દુઃખથી પડનાર છે. ત્યાં ચાર મહિના પસાર થતાં પુત્રને જન્મ થયો. નામ પાડયું ગાંગેય. ગાંગેયમાં અનેક સંસ્કારોનું સિંચન