________________ છે જ, પણ સારા જીવનવ્યવહારની દૃષ્ટિએ પણ તેની એટલી જ અગત્યતા છે. “કેમ આવ્યો?” કેમ આવ્યાં?” “કેમ પધાર્યા?” આ ત્રણ વાકયોમાં કેટલો ફરક છે ! અર્થ એક છે. છતાંય વાણીમાં ફરક છે. સંસ્કારયુક્ત વાણુ માણસને શિભાવે છે. સુંદર દાગીના પહેર્યા હોય, સુંદર કપડાં સજ્યાં હોય પણ બોલે ત્યારે જાણે હંસના વેશમાં કાગડો !! સંસ્કારી બનવાનું સપાન છે આહાર, મન અને ભાષા-સુધારણા. ભાષાથી અને વિચારથી માનવીનું મૂલ્યાંકન-પરીક્ષા થઈ શકે છે. રાજા મંત્રી અને દરવાન ત્રણેય સાથે ફરવા નીકળ્યા હતા. રસ્તામાં ભૂલા પડ્યા. એકબીજાને શોધવા લાગ્યા. રસ્તામાં એક સાધુને બેઠેલા જોયા પહેલાએ કહ્યું : “પ્રજ્ઞાચક્ષુ ! આપે અહીંથી કોઈને પસાર થતા જાણ્યા ? જવાબ મળ્યો “ના ભાઈ, હું અંધ છું.” પૂછનારે કહ્યું : “માફ કરજે, મારી ભૂલ થઈ તે આગળ ચાલ્યા. પછી બીજાએ આવીને પૂછયું : “હે સૂરદાસ! અહીંથી કઈ પસાર થયું ? જવાબ મળે, હા ભાઈ રાજા આગળ ગયા છે. ત્યારબાદ ત્રીજાએ આવીને પૂછયું : “અબે અંધા ! યહાંસે કોઈ નિકલા હૈ ? - સાધુએ જવાબ આપ્યો, હા રાજાજી પહેલાં ગયા છે, પછી મંત્રી ગયા છે ને તું દરવાન તેમની પાછળ જા.”