________________ 43 સાધના કરી શકાય નહિ એટલે 6 વિગઈનું વધુ પડતું સેવન અને મહાવિગઈ મધ–મદિરા, માખણ-માંસ વગેરે અભક્ષ્ય પદાર્થોનું સેવન ધ્યાનાભ્યાસી માટે હિતકર નથી, માટે અભક્ષ્ય પદાર્થોનું જ્ઞાન મેળવવાની જરૂર છે અને સમજીને તેને સંપૂર્ણ ત્યાગ કરવો લાભદાયી છે. રસેના પરિત્યાગથી સ્વાદવૃત્તિ પર સારો અંકુશ મળે છે. જે વ્યક્તિનું મન સ્વાદલેલુપતામાં ભટકી રહ્યું હેય એને માટે શુભધ્યાન ભારે મુશ્કેલ છે. દયાનાવસ્થામાં સ્થિર થવા માટે સ્વાદવૃત્તિ પર વિજય મેળવી રસત્યાગ. કરે ખૂબ જરૂરી છે. 10. શિક્ષણ અને સંસ્કાર સંસ્કારયુક્ત વાણીથી જીવનપરીક્ષા જોઈત નથી. પાપનું ફળ જોઇતું નથી પણ પાપ છોડાતું નથી. ધાણી બનવા માટે અગ્નિમાં જુવારને પણ શેકાવું પડે છે, પછી વેત સુંદર ધાણ બને છે, અને પછી જ નયનોને ગમે છે. જુવારને ઢગલે જેટલું સુંદર નથી લાગતા તેટલો સુંદર ઘાણીનો ઢગલો લાગે છે. નયનરમ્ય અને રુચિકર લાગે છે. માનવનું પણ આવું જ છે. સંસ્કાર વગરને માનવી જુવાર જેવો છે. જેનામાં સંસ્કાર નથી, તેના ખાવા-પીવામાં, બોલવામાં કે બેસવા-ઊઠવામાં જરાય ઢંગ નહિ હોય. આધ્યાત્મિક દૃષ્ટિએ સંસ્કારની જરૂર છે