________________ ધ્યાન વધારે સારું થશે. મગજનું ભારમુક્ત-હળવું થવું એ આમાશય, પાચનતંત્ર અને મળશુદ્ધિ પર નિર્ભર છે. એની શુદ્ધિ માટે યોગ્ય આહાર પર ધ્યાન આપવું બહુ જરૂરી છે. જેઓ ધ્યાન કરવા ઈચ્છતા હોય તેમણે પેટને હળવું રાખવું, ઓછું ખાવું, અયોગ્યઅભક્ષ્ય –તીખું તમતમતું વિકારી ભેજન, માદક પીણું વર્જવું–ત્યજવું આવશ્યક છે. આયુર્વેદના નિયમ પ્રમાણે પેટના ચાર ભાગ પાડવા જોઈએ. બે ભાગ ભજન માટે. એક ભાગ પાણી માટે અને એક ભાગ ભજન પછી બનનાર વાયુ માટે છોડવો જોઈએ. વધુ પડતે રાક લેનાર વ્યક્તિને અપાન વાયુ દૂષિત હોય છે. એનામાં માનસિક અને બૌદ્ધિક નિર્મળતા નથી હોતી. અભક્ષ્ય પદાર્થો કે વધુ પડતું ખાવાથી પાચન થતું નથી. પરિણામે વાયુને વિકાર-ગેસ વધી જાય છે મનની એકાગ્રતા માટે વાયુને વિકાર સૌથી મોટું નડતર છે. દયાન માટે બ્રહ્યચર્ય ઘણું જ જરૂરી છે. માંસમદિરાદિ મહાવિગઈ અને દૂધ-ઘી વગેરે વિગઈના વધુ પડતા સેવનથી વીર્ય સારા પ્રમાણમાં વધે છે. એ કામવાસનાને ઉત્તેજિત કરે છે અને એથી માનસિક ચંચળતા રહે છે. વીર્યના ખલનથી સ્નાયુની દુર્બળતા વધી જાય. છે. નાવિક દુર્બતાવાળી વ્યક્તિનું મન સમતોલ રહી શકતું નથી. માનસિક સમતુલાના અભાવે ધ્યાનની