________________ 40 ભાવના, લાગણીઓ,વિચાર ઈત્યાદિ શરીરસ્થ સપ્ત ધાતુઓમાં અને અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાં રાસાયનિક પરિવર્તન થાય છે. The emotions have their biochemistry :ચીટ-રીસ, ઉત્તાપ–ભડવું, ખિજાવું, બબડવું, કકળવું, ઝૂરવું, બળવું, ઈર્ષ્યા, અદેખાઈ, ઝેર, તાર, ઝનૂન, પ્રકોપ, તીવ્ર લાલસા, નિંદા, બદબઈ, શ્રાપ દેવા, કટુવચન કહેવાં, ગાળે ભાંડવી ઈત્યાદિથી મનુષ્યનું અંતર ખળભળી ઊઠે છે. હૃદયની ધડકનમાં વિકૃતિ પેદા થાય છે, નાડી ઉછાળા મારે છે અગર અનિયમિત બની જાય છે, શ્વાસ-પ્રશ્વાસ ત્વરિત ને છીછરા ચાલે છે, શરીરના વિવિધ રસે સુકાઈ જાય છે, અને અંતસ્ત્રાવી પિડમાંથી કેટલાકની ક્રિયાઓ વેગવંતી, કેટલાકની મંદ પડી જાય છે. એ બધાંને પરિણામે જીવનશક્તિને ઘણે જ ક્ષય થાય છે. આવરદા (આયુષ્ય) ઘટે છે. ટૂંકમાં અભક્ષ્યના ખાનપાનથી શરીર રોગિષ્ટ બને છે, જે મન કલુષિત થાય છે, કે આત્માના પરિણુમ બગડે છે. એક મૃત્યુ અસમાધિવાળું બને છે, કે પરલોક દુર્ગતિમય થાય છે, અને ભાવિની જીવનયાત્રા દીર્ઘકાળ સુધી દુઃખદાયી નીવડે છે. માટે સાચી સમજણ મેળવી સર્વ અભયનો ત્યાગ કર બધી રીતે હિતકર છે. શુદ્ધ–ભક્ષ્ય વનસ્પતિ અને ફલાહારથી થતા લાભ શુભ લાગણીઓ, ભાવનાઓ, સદવિચાર, આત્મવિશ્વાસ, શ્રદ્ધા, ભક્તિ, ધેય, આનંદ, સ્નેહ, વાત્સલ્ય, ક્ષમા, આશા, ઉચ્ચાભિલાષ, શાંત વિચારપ્રવાહ અને ચિત્તની પ્રસન્નતા, ચેતનાતંત્ર તથા મજજા સંસ્થાનને શાન્ત