________________ 38 પવિત્રતા લોકોને વશ કરી લે છે, એની પાછળ પવિત્ર મનનું અને આત્માનું શુભ ધ્યાનબળ કામ કરે છે. મન અને આત્માનો આહાર શું છે, કે હોય છે, અને કેવી રીતે મેળવી શકાય છે એ જાણવું આપણું માટે જરૂરી છે. મનને આહાર સદવિચાર કે સદ્દચિંતન છે, જે આપણે ઉત્તમ કક્ષાના સાહિત્ય, સત્સંગ અને મહાપુરુષનાં પ્રેરણાપ્રદ વચનોમાંથી મેળવીએ છીએ. આત્માને ખેરાક સદગુણો અને સદાચરણમાંથી મળે છે. શરીર, મન અને આત્મા, આ ત્રણ વચ્ચે ઘનિષ્ટ સંબંધ છે. મનના વિચાર શરીરથી ક્રિયારૂપે વ્યક્ત થાય છે અને એ વિચારો તથા ક્રિયાઓનો પ્રભાવ આત્માની ઉજજવળતા કે મલિનતા રૂપે પડે છે. જેનું મન પવિત્ર છે, વિચારે સદ છે એની કિયા પણ પવિત્ર હશે અને આત્મા પણ ઉજજવળ બનશે. એનાથી વિપરીત જેનું મન કલુષિત છે, ચિંતન અસદ છે, એની કિયા (કર્મ) પણ અપવિત્ર હશે, પરિણામે આત્મામાં મલિનતા પ્રવેશશે. એટલે એ જરૂરી છે કે આપણે આપણું મન અને આત્માને સુંદર સાત્ત્વિક આહાર આપીએ કે જેનાથી તેને સાચો વિકાસ થાય, અને અધઃપતનથી બચી જવાય. દુઃખની વાત એ છે કે મન અને આત્માના આહારની ઉપેક્ષા, આધુનિક યુગમાં જાણી સમજીને કરવામાં આવે છે. આપણું મન ભેગવિલાસ, અશ્લીલ સાહિત્ય, વિકૃત ચિંતનદર્શન અને અસદ્દ પ્રેરણારૂપી આહાર કરી રહ્યું છે.