________________ બધી ઈનિદ્રાની વાતને બાજુ પર મૂકી એકમાત્ર જીભની વાત જે કરીએ તે સમજાશે કે કેવળ જીભની વાસના પર તાળું ન હોવાને લીધે પણ અનેક પ્રકારની હોનારત સર્જાઈ છે. જીભની વાસના પર તાળું ન હોવાને લીધે જીભમાં સ્વાદ–લાલસા જાગી, અને વિવેક વિનાનું ગમે તેમ ખાવાની, પીવાની કે બોલવાની આદત ઊભી થઈ. આ સ્વાદ–લાલસાને લીધે તનની વિકૃતિ જન્મી અને ગમે તેમ બોલવાની આદતમાંથી મનની વિકૃતિ પેદા થઈ તનની વિકૃતિએ દવાખાનાં પેદા ક્યમનની વિકૃતિએ જેલખાનાં તેમજ વકીલોનાં પાટિયાં જન્માવ્યાં. આમ જીભ જેવી એક જ ઈનિદ્રયની વાસના આટલી બધી વિકૃતિ જન્માવી શકે તે પછી બધી ઈન્દ્રિયની વાસના એકઠી થઈને શું ન કરે ? આથી જ, માનવમાત્રની વાસનાને જે સંયમનું તાળું મારવામાં આવે કેઈનીયે તિજોરીને તાળું મારવાની જરૂર ઊભી ન થાય. સંયમ કેળવવા માટે અભક્ષ્ય પદાર્થના ખાનપાનને ત્યાગ પાયામાં જરૂરી છે. અભય પદાર્થોને સ્વભાવ વાસના અને વિકૃતિ જગાડવાને છે અને આત્માનું અધઃપતન નેતરવાને છે, માટે આત્માને સુરક્ષિત રાખવા પ્રતિજ્ઞાપૂર્વક અભક્ષ્યને ત્યાગ કરી નિરંકુશ ઈદ્રિય અને મનને સંયમ પ્રતિજ્ઞાનું તાળું લગાડો, જેથી આત્માના