________________ નહિ! ખરેખર ! અગ્ય આહાર-વિહારનું, તામસ અને દ્વષભાવનું કેટલું ઝેરભર્યું પરિણામ છે ! હૃદયની નિષ્ફરતાને દૂર કરવા અને હૈયામાં વાત્સલ્યભાવ પ્રગટાવવા શુદ્ધ આહાર-વિહાર પાયામાં જરૂરી છે. કરુણાના ભંડાર શ્રી મહાવીર ભગવાનનાં સમવસરણમાં જન્મથી જ એકબીજાનાં વિરી પશુઓ જેવાં કે સિંહ અને હરણ, વાઘ અને બકરી, બિલાડી અને ઉંદર વગેરે વિરભાવ ભૂલી જતાં. ભગવાનમાં સિદ્ધ થયેલી અહિંસાનો આ સાક્ષાત્ પ્રભાવ હતે. અહિંસા સન્નિધ વૈરત્યાગઃ' અર્થાત્ અહિંસક માનવી પાસે વૈર ટકી શકતું નથી. અંધારામાં દીવો લઈને નીકળે તે તેને પ્રકાશ તેને તે મળે છે, પરંતુ સામે આવનાર વ્યક્તિને પણ મળે છે. આ જ રીતે દુનિયામાં મિથ્યાત્વને, રાગ અને દ્વેષનો અંધકાર ફેલાયેલ છે ત્યારે પ્રેમ–વાત્સલ્યને દીને લઈને ચાલીશું તે સ્વપરને પ્રકાશ આપી સૌનાં જીવન ઉજાળી શકીશું. આજે વિજ્ઞાને શોધેલ Atom bomb વિશ્વને ખાવા માટે તૈયાર છે. આપણામાં અહિંસાની, દયાની, કેમળતાની ભાવના રહેશે તે યુદ્ધને અંત આવશે, સાચી શાંતિ ફેલાશે. અન્યથા કઠોરતા-નિષ્ફરતાથી વિશ્વનો વિનાશ થઈ જતાં વાર લાગશે નહિ. | સ્વાધ્યાય પ્રશ્ન. 1. માનવીને મોટોભાઈ કેમ કહ્યો ? મોટાભાઈ તરીકે તેનું કર્તવ્ય સમજાવો.