________________ 37 આંતરિક ગુણવૈભવનું જતન થશે. શરીર નીરોગી, મન પ્રસન્ન અને આત્મા સ્વસ્થ બનશે. 8, સ–અસ આહારનાં પરિણામ મન અને આત્માને આહાર અને ફાયદા શરીરના પોષણથી ભલે શારીરિક શક્તિ વધારીએ પરંતુ માનસિક અને આત્મિક બળ માટે સૂક્ષમ આહારની જરૂર પડે છે. જે વ્યક્તિનું મન મજબૂત નથી એના આત્મામાં બળ નથી હોતું, એ શરીર સુદઢ હોવા છતાં પણ નિર્બળ જ હશે. સામાન્ય રીતે મનુષ્ય આ વિષે વિચારતો નથીપરંતુ સંતે, સાધકો અને જીવનવિકાસની દૃષ્ટિ ધરાવતી વ્યક્તિઓ, મન અને આત્માના આહાર માટે સદા જાગ્રત રહે છે. આત્મશ્રદ્ધા-આત્મજ્ઞાન અને આમરમણતા પ્રગટે તેવા નિર્મલ વિચાર અને આચારના માધ્યમથી આત્મા અને મનની ભૂખતરસ છિપાવી એને બળવાન બનાવે છે. જંગલ અને ગુફાઓમાં તપશ્ચર્યા કરનાર ઋષિઓ અને મહિનાઓ સુધી ઉપવાસ કરનારા સંતે સ્થલ શરીરના સ્થલ આહારને તજી દઈ, મન અને આત્માને સાત્વિક તત્ત્વ-ચિંતનને, પરમાત્માદા પ્રણિધાનનો, શુભ દયાનને આહાર પ્રદાન કરે છે. શરીરે નિર્બળ થઈ જવા છતાં એમના ચહેરાનું તેજ, પ્રસન્તા અને વાણીની