________________ આ ભાવનાથી આ વિચારશીલ પુરૂષાએ Vegetarian Diet ને સ્વીકાર કર્યો Vegetarian Diet એ માત્ર પેટ ભરવા માટે નહિ, પણ લોહીની નદીઓ બંધ કરવા માટે છે. કુરતાના સંસ્કાર ભૂંસવા માટે છે, ઉત્તરોત્તર હૈયાંને પ્રેમ, વાત્સલ્ય અને કરુણાના સંસ્કારથી મુલાયમ. બનાવી પૂર્ણ દયાળુ બનાવાના માર્ગે વળવા માટે છે. તમે એક સુંદર ફળને જુઓ અને આંખમાં પ્રેમ આવે, સૂધે તે સુરભિ આવે, સ્પર્શ કરો તે સરસ, સુંવાળું લાગે અને જીભને રસદાર લાગે. પણ માંસના ટુકડાને જુએ તો જોવામાં પણ ઘણું ઉત્પન્ન થાય. ગંધથી નાક મચકોડાઈ જાય, હાથ લગાડવાનું મન ન થાય. ત્યાં એ પેટમાં તે જાય જ કેમ ? એ ગંદી વસ્તુ પેટમાં પડી હોય તે કેવા કેવા વિચારો આવે ? ગંદા જ. જ્યાં સુધી માંસાહાર રહેશે ત્યાં સુધી યુદ્ધ વિરામ નહિ થાય. યુદ્ધનું મૂળ પ્રાણહિંસા છે. જે પ્રાણી પ્રત્યે કુર છે એ માનવ પ્રત્યે કુર કેમ નહિ થાય? આજે માનવ. માનવને શત્રુ છે. માનવને શત્રુ જંગલી પ્રાણ નહિ પણ માનવ છે. સ્વજાતીય શત્રુ છે. આજે કાતિલતા વધી ગઈ કારણ કે હિંસાની ભાવના પ્રબળ થઈ ગઈ છે. કુરતાને ઉત્તેજન આપે એવી વસ્તુ પેટમાં પડી છે. * Vegetarianism is not a fanatical idea, but it is to avoid the world from war.