________________ 30 છે તે માનવ કેઈને પણ ખાઈ શકે. ત્યારે વિચારક સુરે કહ્યું : “સંસારનાં બધાં પ્રાણીઓમાં મનુષ્ય માટે છે, એ તે તમે માને છે ને? તે મોટાભાઈનું કર્તવ્ય શું? નાના ભાઈઓને ખાઈ જવાનું કે બચાવાવનું ? મોટો ભાઈ નાના ભાઈઓને ભક્ષક નહિ, રક્ષક બને. ખાય નહિ, એમને ખવડાવે” એ એની ફરજ-કર્તવ્યપરાયણતા છે. એનાથી તે તે માનવ કહેવાને લાયક રહેશે. નહિ તે શેતાન બનશે. | Vegetarianism એ કેવળ પ્રચાર નથી પણ વિવેકપૂર્ણ વિચાર છે. ચિંતન કરીશું તે ખબર પડશે કે આહારનો ઉદ્દેશ દેહને ટકાવવાને છે અને આ દેહ દ્વારા સુંદર વિચાર, સુંદર ભાવના, સુંદર કાર્યો કરવાનાં છે. આપણું જેમ દરેક રૌતન્યવંત પ્રાણીઓને સુખની આશા રહે છે અને એ દુઃખથી ભાગે છે તે એવાં નિર્દોષ પ્રાણીઓને કાપીને પેટમાં ભરનારના મનમાં સુંદર વિચારો આવે શી રીતે? બર્નાડ શેના માનમાં એક મોટી પાર્ટી ગોઠવવામાં આવેલી. પાટીમાં રાક માંસાહારને હતે. બર્નાડ શાએ ખાવાની શરૂઆત ન કરતાં બધાએ પૂછયું કે તમે કેમ શરૂ કરતા નથી ? બર્નાડ શેએ કહ્યું : - My Stomach is not a graveyayd to bury them." મારું પેટ મડદાને દાટવા માટે નથી. જો તમે પેટને કબ્રસ્તાન બનાવશે તે પ્રાર્થના કેમ કરશે ? પરમાત્મા સાથે એકરસ