________________ સાધક હતું અને તેથી જ તેને ખવરાવેલું; તેમ આપણને મળેલું શરીર પણ સંયમ, અહિંસા, સત્ય, ત્યાગ અને તપની સાધનામાં અનિવાર્ય કારણભૂત છે, માટે તેની પાસેથી કામ લેવા યોગ્ય શુદ્ધ ભેજન આપવું જરૂરી છે. શરીર વિજય ચેર જેવું મહાભયંકર છે, તેમ છતાં ધન્ય સાર્થવાહે પિતાના પુત્રઘાતક એ ચોરને પોતાના કાર્ય માટે ખાવાનું આપીને ઉપયોગ કરી લીધો, તેમ આ શરીરને પણ ઉચિત પોષણ આપીને સંયમાદિ માટે સદુપયોગ કરી લઈ અણાહારીપદ મેળવી કાયમના બંધનથી મુક્ત થવાનું છે. આહાર શરીરના નિર્વાહ માટે લેવાને છે. શરીરનાં રૂપ, રંગ, બળ કે વિષયવાસનાની તૃપ્તી અર્થે લેવાને નથી. અન્યથા શરીર પાપનું–વિલાસનું સાધન બની જતાં અનેક ભવ સુધી કમની કારમી પીડા ભોગવતાં રહેવું પડે છે. સ્વાધ્યાય પ્રશ્ન 1. શરીર અને આત્માનો સબંધ હેડમાં પુરાયેલા બે કેદીના દષ્ટાંતથી બોધ મળે તે રીતે સમજાવો. 2. અણહારી પદ મેળવવા માટે શરીરને કેવું કેળવવું જોઈએ ? 3. શરીર આત્માનું દુશ્મન કેવી રીતે બને છે ? છેશુદ્ધ આહાર-પાણી-હવા જીવન છે. આ અશુદ્ધ આહાર-પાણી-હવા મૃત્યું છે.