________________ તે રાજ ભોજનમાંથી છેડે ભાગ વિજય ચારને આપવા લાગ્યા. ધન્ય શેઠ માટે તેને જુનો નોકર પંથક હંમેશાં ઘરેથી ભેજન લઈ આવતો, તેણે શેઠને આ વ્યવહાર પોતાની નજરે જોયે. ઘરે જઈ ભદ્રાને વાત કરી, આથી ભદ્રાને ભારે ગુસ્સો આવ્યો. થોડા દિવસે બાદ શેઠ જ્યારે જેલમાંથી છૂટીને ઘેર આવ્યા. ત્યારે ભદ્રા શેઠાણીએ તેમની સાથે કંઈ પણ વાત ન કરી. આનું કારણ પૂછતાં ભદ્રા શેઠાણીએ કહ્યું : જે મારા પુત્રઘાતકને નિત્ય પોતાના ભજનને ભાગ આપે તેની સાથે બેલવાનું શું કામ ?" ત્યારે ધન્ય સાર્થવાહે કહ્યું કે “વિજય ચારને મેં ભેજનમાંથી ભાગ આપે છે, તે વાત સાચી છે, પણ તે કાંઈ તેના પ્રત્યેના રાગ, અગર મિત્રભાવે નથી આપ્યો. હું અને તે બંને એક જ હેડમાં બંધાયેલા હોવાને લીધે મારું સ્વાચ્ય સંભાળવાની ગરજે મેં તેને એ ભાગ આપેલ છે. આમ કર્યા સિવાય બીજો કોઈ માર્ગ જ ન હતે. લઘુશંકા અને શૌચની હાજત વખતે એ ઊભો ન થાય, તો હું શી રીતે જઈ શકું ? પ્રથમ મેં ખાવાનું આપવાની ના પાડી, ત્યારે તેણે ઊભા થવાની ના પાડી એટલે નાઈલાજે મારે તેને ખાવાનું આપવું પડયું. આ ખુલાસે સાંભળી ભદ્રાનું મન શાંત થયું. આ કથાનો ઉપનય એ છે કે જેમ વિજય ચાર ધન્યનો કાર્ય