________________ 5, “એક હેડમાં પુરાયેલા બે કેદીઓ રાજગૃહ નગરમાં ધન્ય નામે એક માટે સાર્થવાહ રહેતું હતું. તેને ભદ્રા નામની પત્ની હતી. તેમને મેટી વયે એક પુત્ર થયે. આ પુત્રની સંભાળ રાખવા માટે તેમણે પંથક નામના એક નોકરને પોતાને ઘેર રાખે. આ નોકર પિતાને સેંપાયેલું કામ સારી રીતે કરતે હસ્તે, એટલે શેઠનો વિશ્વાસપાત્ર બન્યો હતો. તે જ નગરમાં ચંડાળ જેવો ઘાતકી, ભયંકર, વિશ્વાસઘાતી અને દયાહીન વિજય નામનો ચોર રહેતે હતું. તે તીર્થસ્થાનોને લૂંટતા પણ અચકાતો નહિ, તે બીજાની તો વાત જ શી કરવી ? ધન્ય સાથે વાહે પોતાના પુત્રનું નામ દેવદત્ત પાડયું. મા-બાપને તે એકનો એક પુત્ર અને તે પણ મોટી ઉંમરે થયેલો, તેથી ભારે લાડકે હતો. ભદ્રામાતાએ તેને માટે જાતજાતના અલંકારો તૈયાર કરાવ્યા હતા. એક વખતે સાંજના નોકર પંથક અલંકૃત દેવદત્તને લઈ બગીચામાં ફરવા ગયે, ત્યાં વિજય ચેરની નજર એ બાળક અને તેણે પહેરેલા અલંકારો પર પડી. એટલે તે લાગ જોઇ બાળકને પકડી બગીચામાંથી નાસી છૂટ. પંથક થોડીવારમાં રોતે રોતે ઘેર આવ્યા અને બાળકના ગુમ થયાના સમાચાર આપ્યા. આ સમાચાર સાંભળતાં જ ધન્ય સાર્થવાહ અને તેની પત્ની ભદ્રા