________________ 6 અહિંસાથી રક્ષા અને હિંસાથી યુદ્ધ જીવનને ઉદ્દેશ તે અણહારીપદ પ્રાપ્ત કરવાનું છે. પણ તેવા ન થવાય ત્યાં સુધી વધુમાં વધુ અહિંસાનું પાલન થાય અને સાત્વિક જીવન જિવાય તે માટે આહારને વિવેક જરૂરી છે. અન્નાહારી કે શાકાહારી જીવન પાછળ કરુણા છે. દયાનું ઝરણું છે, જ્યારે માંસ-મચ્છી વગેરે અભક્ષ્ય પદાર્થોના આહાર પાછળ કઠોરતા-કુરતા અને તામસભાવની વૃદ્ધિ રહેલી છે. બેન્ઝની શેધ પદાર્થ વિજ્ઞાનમાંથી થઈ છે તેમ અહિંસાની શોધ આત્મજ્ઞાનમાંથી થઈ છે. ભૌતિક પ્રયોગશાળામાં અણુશક્તિનું દર્શન થયું તે આધ્યાત્મિક પ્રયોગશાળામાં અહિંસાની અનંત શકિતનું દર્શન થયું. શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીએ ફરમાવ્યું કે 'आत्मवत् सर्व भूतेषु सुःख-दुखे प्रियाप्रिये' સ્વની જેમ બધાં પ્રાણીઓમાં દર્શન કર. જેની પાસે આવી આંખ છે, આ દષ્ટિ છે તે સાચે માનવ છે. દુનિયાને લોહીની ધારાથી રંગતી બંધ કરવા માનવે સાચા માનવ બનવાનું છે, અને પ્રાણપ્રેમ, પ્રાણ બંધુતા તરફ લઈ જવાને છે. - એક ખ્રિસ્તી ભાઈએ કહ્યું: “ભગવાને વિશ્વનાં પ્રાણુઓને માનવ માટે બનાવ્યાં છે. માનવ સૌથી મોટો.