________________ 4. અણાહારી પદ માટે. માનવજીવન જીવનને ઉદ્દેશ છે હો જોઈએ આ જીવને અનાદિકાળના આહાર સંજ્ઞાના સંસ્કારોને લીધે અનેક પ્રકારના આહારની, રસાસ્વાદની તીવ્ર ઈચ્છા થાય છે. આહાર લીધા બાદ એની સારી-નરસી પ્રતિક્રિયા પણ જીવ અનુભવે છે. જૈન દર્શનમાં અણાહારી પદ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવેલ છે. શરીર એ ધર્મક્રિયાનું વાહક છે માટે તેને ટકાવવા માટે આહારની જરૂરત છે, એ દષ્ટિએ તેને પોષણ આપવું પડે છે, પરંતુ તે પોષણ વિરક્ત ભાવે, સહેજ પણ શરીરની મમતાના કારણે નહિ, પરંતુ તે વાહકચાલકબળ છે અને તેનાથી આત્મશુદ્ધિનું કામ સાધી લેવાનું છે માટે ટેકે આપવો જોઈએ. આત્મા જે શરીરરૂપી ઘરમાં રહ્યો છે, તેને સંપૂર્ણપણે શુદ્ધ કરવા અને કાયમ માટે શરીરનું દુઃખદાયી બંધન ટાળવા ભેજનમાં વિવેક કરી જરૂરી છે. ઉત્તરોત્તર આહારની ઈચ્છા પણ ન રહે એટલી ઉરચ કક્ષા સુધીના સમાધિના ભાવને પામી માનવભવમાં રત્નત્રીના પુરૂષાર્થ–" બળથી મેક્ષફળ મેળવવાનું છે. આ માટે આહારની ત્રિવિધ-ત્રિવિધ હિંસારહિત મુનિઓની નિર્દોષ ચર્યા ઉત્તમ છે, જેમાં આહાર સંબંધી સાવદ્ય-પાપ વ્યાપારની પ્રવૃત્તિ કરવી કે કરાવવી કે અનુમાદનની હેતી નથી. આ ઉત્કૃષ્ટ ચર્યાનું પાલન સંયમીએ