________________ કરવું રમત વાત બની જાય છે. કેઈની રક્ષા કરવાના કે બચાવી લેવાના ભાવ જાગતા નથી. ઊલટું, તામસી શક્તિથી બીજાઓને કચરી નાંખવાનું સહેલું બને છે. બીજાને કચરીને જાતને સુખી કરવાનું સ્વપ્ન લાંબે સમય ટકતું નથી. પરંતુ બીજાને કચરવાથી બંધાયેલું અશુભ કર્મ આ જીવનમાં મેત પહેલાં ગંભીર બીમારીને દર્શન કરાવે છે. જેમ કાલસૌકરિક કસાઈ રોજના 500 પાડા મારવાની કુર હિંસા કરતો હતો. રાજહુકમથી એક દિવસ પણ દયા પાળવા તૈયાર ન હતો. બલાત્કારે કૂવામાં રખાયે ત્યાં પણ માટીના પાડા બનાવી હાથથી મારી નાંખવાની ચેષ્ટા કરી. ખરેખર ! કઠોર-નિષ્ફર જીવોને સુધારવા ઘણું આકરું કામ છે. ભારે કમ બનેલો કાલસૌકરિક મૃત્યુ આવતાં અનેક ભયંકર રોગોથી પીડા પામી રહ્યો છે. સુલસ પુત્ર તરફથી શરીરને પાંચે ઈદ્રિયોને સુખ મળે એવી વિપુલ ધન ખચી સઘળી જવા છતાં ક્ષણભર ચેન પડતું નથી. વેદના સહન ન થતાં પિકાર કર્યો રાખે છે. ખરેખર ? બીજા જીવોને ત્રાસ ભરી વેદના આપ્યા પછી જ્યારે પોતાને વેદના ભેગવવાનો અવસર આવે છે ત્યારે મનમાં આવી જાય છે કે ભાઈ! આવું દુઃખ કેઈને ન આપતો. માટે જ્ઞાની પુરૂષ પહેલેથી આપણને ચેતવે છે કે અનંતા જીવોને કે અસંખ્ય ત્રસજીને કચ્ચરઘાણ કરીને અભક્ષ્ય પદાર્થોનાં ખાન-પાન કરવા જેવાં નથી. કમને નિયમ અફર છે. સમયે સમયે આત્માને કર્મ બંધાય છે. અનંતા જીવોને અશાતા આપવાથી શાતા