________________ ટૂંક સમયમાં રસ્તા ખરાબ થઈ જાય છે તેમજ પુલ પણ ' ભાંગી પડે છે. માનવ સર્વશ્રેષ્ઠ પ્રાણી છે, બુદ્ધિશાળી છે. તેને જીવનમાં વફાદારી પહેલી હોવી જોઈએ. કેટલાંક પશુઓમાં પણ વફાદારીને ગુણ વિકસિત થયેલો જણાય છે. જેમ કૂતરાને બટકું રોટલો નાખવાથી તે રાતદિવસ ઘરની ચેકી ભરે છે. નીતિના સાદા અને શુદ્ધ-સાત્ત્વિક ભેજનથી વફાદારીના ટકા વધે છે; જ્યારે અનીતિના ભોજનથી તેમજ ઇડા-માંસ-મચ્છી-મધ-માખણ-મદિરાના વિકૃત ભેજનથી વફાદારીના ટકા ઘટે છે, ખતમ થાય છે. કુરતા પ્રગટે છે અને વફાદારી વીસરી જાય છે. પછી વિશ્વાસઘાત કરતાં વાર લાગતી નથી. મનુષ્ય તેમજ દરેક જીવ પ્રત્યે વફાદારી દાખવવી જરૂરી છે, એ માટે શુદ્ધ ભક્ષ્ય આહારથી વફાદારીને ટકા વધારવા F વિટામીન ઉપચાગી છે. વિટામિન G=GENEROSITY ઉદારતા : જ્યારે હૃદય ઉદાર બને છે ત્યારે હું બીજાને તન, મન અને ધનથી કેમ મદદરૂપ થાઉં એવી ભાવના જાગ્રત થાય છે, બીજાની ભલાઈને ભાવ ઊંચામાં ઊંચે છે. હૃદયની કોમળતા વિના સાચી કરુણાને ભાવ આવતો નથી. અભક્ષ્ય ખાન-પાન એ આત્માન કમળતાકૃણાશના વિરોધી છે. અભક્ષ્ય ખાન-પાનથી આત્મા કઠોર અને નિષ્ઠુર બની જાય છે. જેથી તેને કેઈનું ખૂન