________________ ચારે જીવન ઉન્નત અને સારું બને છે. આજે શિસ્તનો ‘અભાવ થતે દેખાતું નથી શું ? જ્યારે ગુરૂમહારાજ ઉત્તમ તત્ત્વ સમજાવી રહ્યા હોય ત્યારે શ્રોતાઓ વાત કરશે ને અવાજ કરશે. ભલે ગમે તે સમાજ હોય પણ શિસ્ત દરેકને માટે અનિવાર્ય છે. શિસ્ત એ જીવનનું મહત્ત્વનું ઉપયોગી અંગ છે. જીવન જંગમાં કે આધ્યાત્મિક વિકાસમાં શિસ્ત હશે તે જ અવનવા પ્રકાશને પ્રાપ્ત કરી શકશું, આ માટે આહાર અહંકારની ઉત્તેજના કરે, ઘમંડી બનાવે, - તામસ ભાવ જગાડે તે ઉન્માદક આહાર ન જોઈએ. જીવનમાં શિસ્ત ન હોય તો ગુણો શોભતા નથી, જ્યારે શિસ્ત-વિનય આવે તે બધા ગુણો ભી ઊઠે છે. ધર્મનું * મૂળ વિનય છે. માદક પીણુઓ અને વ્યસનને ત્યાગ કરવું જોઈએ. વિનય–શિસ્ત કેળવવા માટે વિટામીન D જરૂરી છે. - વિટામીન E=EDUCATION જ્ઞાનઃ જ્ઞાનના બે પ્રકાર છે. એક બૌદ્ધિક જ્ઞાન ' અને બીજું આત્મિક જ્ઞાન. બૌદ્ધિક જ્ઞાન ખૂબ વધ્યું. ભણતર સાથે ગણતર જોઈએ ને ચણતર જોઈએ. આજે આમાં ઘણી કચાશ છે. જ્ઞાન એ અમૃત છે. સમુદ્રનું મંથન કરવાથી અમૃત નીકળ્યું પણ જ્ઞાન તે સમુદ્ર વગર ઉત્પન્ન થયેલ અમૃત છે. આ જ્ઞાન મૃત્યુંજય બનાવવાની શક્તિ ધરાવે છે.